રાહુલ ગાંધીએ અમેઠીને બદલે રાયબરેલી બેઠક પસંદ કરી એ પછી નરેન્દ્ર મોદીએ કૉન્ગ્રેસીઓને સંબોધીને કહ્યું...

04 May, 2024 12:52 PM IST  |  Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

BJP સરકાર સરકારી એજન્સીઓને તપાસ કરવાનું કહીને એના ટીકાકારો અને રાજકીય ​વિરોધીઓને ડરાવવાનું કામ કરે છે

નરેન્દ્ર મોદી

BJP સરકાર સરકારી એજન્સીઓને તપાસ કરવાનું કહીને એના ટીકાકારો અને રાજકીય ​વિરોધીઓને ડરાવવાનું કામ કરે છે એવો આરોપ લગાવીને રાહુલ ગાંધી એમ કહેતા હતા કે ડરો મત, ભાગો મત; પણ હવે એ જ શબ્દોથી તેમના ​વિરોધીઓ કહી રહ્યા છે કે ડરો મત, ભાગો મત.

રાહુલ ગાંધીએ અમેઠીની બેઠક છોડીને રાયબરેલીમાંથી લડવાનો નિર્ધાર કર્યો એ મુદ્દે રાહુલ ગાંધી પર ​નિશાન તાકતાં પ​શ્ચિમ બંગાળમાં ચૂંટણીસભાને સંબોધતાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘કૉન્ગ્રેસના શહઝાદા કેરલાની વાયનાડ બેઠક પરથી ચૂંટણી હારી રહ્યા છે એવું મેં તમને કહ્યું હતું. મેં એ પણ કહ્યું હતું કે વાયનાડમાં ચૂંટણી પૂરી થશે એટલે તેઓ નવી બેઠક શોધશે અને એવું જ થયું છે. મેં એ પણ કહ્યું હતું કે કૉન્ગ્રેસના મોટા નેતાઓ ચૂંટણી લડવા મેદાનમાં નહીં આવે અને એવું જ થઈ રહ્યું છે. માતા રાજસ્થાનમાંથી રાજ્યસભામાં પ્રવેશ મેળવી ચૂક્યાં છે. હવે શહઝાદા પણ અમેઠીમાંથી નીકળીને રાયબરેલી જતા રહ્યા છે. આ એ લોકો છે જેઓ કહેતા હતા કે ડરો મત, ભાગો મત. પણ હવે તેઓ જ ભાગી રહ્યા છે. હું કહેવા માગું છું કે અરે... ડરો મત, ભાગો મત.’

rahul gandhi narendra modi Lok Sabha Election 2024 uttar pradesh