તમે જાણો છો કે મૃત્યુ પછી ડેડબોડીમાં કેટલા દિવસ જીવતો રહે છે કોરોના?

08 May, 2020 03:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

તમે જાણો છો કે મૃત્યુ પછી ડેડબોડીમાં કેટલા દિવસ જીવતો રહે છે કોરોના?

પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19) આખા વિશ્વમાં આગની જેમ પ્રસરી રહ્યો છે અને તેના સંક્રમણથી સેંકડો લોકો મૃત્યુ પામે છે. એટલું જ નહીં લાખો લોકો જીવન અને મૃત્યુ વચ્ચે ઝોલા ખાઈ રહ્યાં છે. લગભગ છેલ્લા છ મહિનાથી ફેલાયેલા આ વાયરસની દવા કે રસી શોધવાના સંશોધનો વૈજ્ઞાનિકો કરી રહ્યાં છે. પરંતુ હજી સુધી કંઈ શોધાયુ નથી. દરમ્યાન એક ચોંકાવનારી માહિતિ જાણવા મળી છે કે, મૃત્યુ પછી પણ મૃતદેહમાં ચાર દિવસ સુધી કોરોના જીવિત રહે છે.

નિષ્ણાતોએ સંશોધન કર્યું છે કે, મૃતદેહમાં જયાં સુધી ફલૂડ એટલે કે તરલ હોય ત્યાં સુધી કોરોના વાયરસ જીવતો રહે છે. એટલે કે મૃત્યુ પછી પણ ચાર દિવસ સુધી કોરોના વાયરસ મૃતદેહમાં જીવતો રહે છે. કોરોના વાયરસ સંક્રમિત વ્યક્તિના મૃતદેહને દફનાવવામાં આવે તે પછી પણ શરીરમાંથી ફ્લૂડને સંપુર્ણ રીતે નાશ થવામાં લગભગ ત્રણથી ચાર દિવસ લાગે છે. જો કોઈ દફનાવવામાં આવેલા મૃતદેહને બહાર કાઢવામાં આવે તો કોરોના વાયરસ મોં, આંખ કે નાક દ્વારા શરીરમાં ફેલાય શકી છે. એટલે મૃતદેહને દફનાવ્યા બાદ સાવધાની રાખવી અને તે સ્થળની સુરક્ષા રાખવી બહુ જરૂરી છે.

મૃતદેહને બાળવો કે પછી દફનાવવો એ આપણે ત્યાં કલ્ચર ભેદ છે અને વિવાદનો વિષય રહ્યો છે. પણ જો કોરોના મહામારીના સંદર્ભમાં વિચારીએ તો, મૃતદેહને બાળવો કે દફનાવવોએ બન્ને સુરક્ષિત છે પણ બસ સાવચેતી રાકવી જરૂરી છે અને મૃતદેહની અંતિમ વિધિ કરવી પણ. ઈટલીમાં એવું થયું હતું કે સંક્રમિત વ્યક્તિઓની અંતિમ વિધિમાં ભઅગ લેનાર લોકો પણ કોરોનાનો શિકાર થયા હતા. એટલે જ અનેક દેશોમાં અંતિમક્રિયામાં 8 થી 10 લોકો કરતા વધુ લોકોને સામેલ થવા પર પ્રતિબંધ છે.

આ પહેલા ઈબોલા વાયરસના સંક્રમણ દરમ્યાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ એક એડવાઈઝરી બહાર પાડી હતી. તેમા મૃતદેહને દફનાવવાની અંતિમવિધી દરમ્યાન કેટલીક કાળજી રાખવાનું જણાવ્યું હતું. અગ્નિસંસ્કાર દરમ્યાન પણ વાયરસ ફેલાવવાની શક્યતા છે એટલે બાળવાની પ્રક્રિયા બાદ કોઈ ખતરો રહેતો નથી.

મૃતદેહમાં ત્રણથી ચાર દિવસ સુધી વાયરસ જીવંત રહેતો હોવાથી મૃતદેહને જ્યાં બાળવામં આવે એ સ્થળે જોખમ હોય છે. પરંતુ હજી સુધી નિષ્ણતોમાં મતભેદ છે કે કોરોના વાયરસ મૃતદેહથી પણ ફેલાય છે કે નહીં. મુખ્યત્વે કોરોના રેસ્પિરેટરી સિસ્ટમમાં લિકવિડ, કફ, લાળ વગેરે દ્વારા શરીરમાં પ્રવેશે છે. પરંતુ કાળજી રાખવામાં આવે તો મૃતદેહથી વાયરસ ફેલાવવાની શક્યતા ઓછી રહે છે.

national news coronavirus covid19