હુમલાઓ બાદ કાશ્મીરમાંથી પરપ્રાંતિયોની હિજરત શરૂ

19 October, 2021 09:37 AM IST  |  Srinagar | Gujarati Mid-day Correspondent

શ્રીનગર રેલવે સ્ટેશન પર ગઈ કાલે બિનસ્થાનિક કામદારોનું જૂથ પોતાના વતનના ગામે જવા એકત્ર થયું હતું

પ્રતીકાત્મક તસવીર

બિનસ્થાનિક કામદારો પરના શ્રેણીબંધ હુમલાઓ પછી ફેલાયેલા ગભરાટને કારણે કાશ્મીરની ઘાટીમાંથી અસંખ્ય બિનસ્થાનિક કામદારો કાશ્મીર છોડીને ભાગી ગયા હતા.

શ્રીનગર રેલવે સ્ટેશન પર ગઈ કાલે બિનસ્થાનિક કામદારોનું જૂથ પોતાના વતનના ગામે જવા એકત્ર થયું હતું. છેલ્લાં ૪૦ વર્ષથી આઇસક્રીમ વેચવા કાશ્મીર આવતા બિહારમાં ભાગલપુરના દિનેશ મંડાલે કાશ્મીર છોડવાનો નિર્ણય લીધો હતો. કાશ્મીરમાં પરિસ્થિતિ વણસી રહી છે અને બિનસ્થાનિક વિક્રેતાઓ અને કામદારોને ટાર્ગેટ બનાવવામાં આવી રહ્યા છે. આવી પરિસ્થિતિમાં તેમણે કાશ્મીર ન રહી શકાય એમ જણાવતાં કાશ્મીર છોડવાનો નિર્ણય જાહેર કર્યો હતો.

બધા જ ડરેલા છે, અગાઉ વિક્રેતાઓ પર રસ્તા પર હુમલા કરવામાં આવતા હતા, પરંતુ હવે તેમને ઘરમાં ઘૂસીને મારવામાં આવી રહ્યા છે. કુલગામમાં શનિવારે બે બિનસ્થાનિકોની હત્યા કરાયા બાદ તેમણે કાશ્મીર છોડવાનો નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતુ.

national news kashmir srinagar