આવતા વીકમાં કોવિશિલ્ડ વૅક્સિન મળશે: પૂનાવાલા

04 January, 2021 02:37 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આવતા વીકમાં કોવિશિલ્ડ વૅક્સિન મળશે: પૂનાવાલા

અદર પૂનાવાલા

ભારતની પ્રથમ કોવિડ-19 વૅક્સિન કોવિશીલ્ડ આગામી અઠવાડિયામાં ઉપલબ્ધ થશે, એમ સીરમ ઇન્સ્ટિટ્યૂટના સીઈઓ અદર પૂનાવાલાએ ગઈ કાલે જણાવ્યું હતું. તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે સીરમે વૅક્સિનનો જથ્થો તૈયાર રાખ્યો હતો એનો લાભ અમને મળ્યો છે. 

ડીજીસીઆઇએ એસ્ટ્રાઝૅનેકા-ઑક્સફર્ડ દ્વારા વિકસાવવામાં આવેલી કોવિશીલ્ડને મંજૂરી આપી હોવાની જાહેરાતની થોડી મિનિટ બાદ તેઓએ એસઆઇઆઇની વૅક્સિન સુરક્ષિત, અસરકારક અને તૈયાર હોવાનું જણાવ્યું હતું.

તેમણે ટ્વિટર પર બધાને નવા વર્ષની શુભકામના આપતાં કહ્યું હતું કે સીરમ ઇન્ડિયાએ રસીના સંગ્રહની સમસ્યાનો ઉકેલ આણ્યો છે. દેશની પ્રથમ કોવિડ-19 વૅક્સિન કોવિશીલ્ડને મંજૂરી મળી ગઈ છે, એ સુરક્ષિત અને અસરકારક છે તથા ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.

પોતાના ટ્વિટર-હૅન્ડલ પરથી તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી, હર્ષવર્ધન, દેશના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, આઇસીએમઆર દિલ્હી, ડીબીટી ઇન્ડિયા-ડીજીસીઆઇ ઇન્ડિયા, યુનિઑક્સફર્ડ, એસ્ટ્રાઝૅનેકા, ગવી, ગવીશેઠ, બિલ ગેટ્સ અને ગેટ્સ ફાઉન્ડેશનનો આભાર માન્યો હતો. 

national news coronavirus covid19