16 August, 2026 02:41 PM IST | Tamil Nadu | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
તામિલનાડુના મુખ્ય પ્રધાન વિજયે ગઈ કાલે ભારતના સ્વતંત્રતાદિવસ નિમિત્તે ચેન્નઈમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ સમારોહનો એક વિડિયો વાઇરલ થયો છે જેમાં મુખ્ય પ્રધાનની ફ્રેન્ડ મનાતી ઍક્ટ્રેસ ત્રિશા ક્રિષ્નન વિજયનાં માતા-પિતા સાથે કાર્યક્રમમાં આગળની હરોળમાં બેઠી જોવા મળી રહી છે. ત્રિશા વિજયના પેરન્ટ્સ સાથે ખુશીથી વાતચીત કરતી જોવા મળે છે અને તે ઇવેન્ટમાં અન્ય મહેમાનો સાથે વાતચીત કરતી પણ જોવા મળે છે. બીજા એક વિડિયોમાં જ્યારે વિજયે કાર્યક્રમ દરમ્યાન સલામ કરી ત્યારે ત્રિશા પોતાની સલામ સાથે જવાબ આપતી જોવા મળી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વિજયની પત્નીએ પતિ સામે માંડેલો ડિવૉર્સનો કેસ પાછો ખેંચી લીધો હતો.