સોમવારથી થશે રેલવેમાં એસીમાં ટ્રાવેલ કરવું મોંઘું

28 September, 2012 06:00 AM IST  | 

સોમવારથી થશે રેલવેમાં એસીમાં ટ્રાવેલ કરવું મોંઘું

એસી ફસ્ર્ટ ક્લાસ, એસી ટૂ ટિયર, એસી થ્રી ટિયર અને એસી ચૅરકારનાં ભાડાંમાં ૩.૭ ટકાનો વધારો થશે. જે લોકોએ અગાઉથી ટિકિટો લઈ લીધી હશે તેમણે રેલવેપ્રવાસ દરમ્યાન ટિકિટચેકરને વધારાની રકમ ચૂકવવી પડશે. ટિકિટ પર વસૂલ કરવામાં આવતો સર્વિસ-ટૅક્સ ટિકિટ કૅન્સલ કરાવતાં પાછો નહીં મળે. રાહતદરની ટિકિટો પર સર્વિસ-ટૅક્સ કુલ ભાડાના ૩૦ ટકા જેટલો રહેશે. ફાઇનૅન્સ મિનિસ્ટર પી. ચિદમ્બરમ અને રેલવે-મિનિસ્ટર સી. પી. જોશી વચ્ચે બુધવારે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને એ સંદર્ભનું નોટિફિકેશન ગઈ કાલે બહાર પાડવામાં આવ્યું હતું.

એસી = ઍર-કન્ડિશન્ડ

યુપીએ = યુનાઇટેડ પ્રોગ્રેસિવ અલાયન્સ