12 October, 2026 11:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent
નરેન્દ્ર મોદી
કૉક્રૉચ જનતા પાર્ટીના કન્વીનર અભિજિત દીપકેએ અટકાયતમાંથી મુક્ત થયા બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ભારત માટે શરમજનક છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ X પરની એક પોસ્ટમાં દીપકેએ લખ્યું હતું કે ‘વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદી ભારત માટે શરમજનક છે. આ દેશે ક્યારેય આનાથી મોટી કાયર અને દાદાગીરી કરનાર વ્યક્તિ જોઈ નથી.’
CJPના પ્રદર્શનકર્તાઓને જંતર મંતર જતા રોક્યા તો દિલ્હીમાં બીજા રસ્તાઓ પર નીકળી પડ્યા
દિલ્હીમાં ચીફ ઇલેક્શન કમિશનરના વિરોધમાં કૉક્રૉચ જનતા પાર્ટી (CJP) દ્વારા ગઈ કાલે બીજા દિવસે પણ ભારે સંખ્યામાં વિરોધ કરવા લોકો જંતર મંતર જવા નીકળ્યા હતા. જોકે જંતર મંતર જવા માગતા સેંકડો પ્રદર્શનકર્તાઓની ફરી અટકાયત કરતાં દિલ્હીમાં કનૉટ પ્લેસ, રાજીવ ચોક, આર. કે. આશ્રમ રોડ એમ અન્ય અલગ-અલગ સ્થળોએ રસ્તા પર ઊતર્યા હતા. ભારે સુરક્ષા-વ્યવસ્થા વચ્ચે પણ રવિવારે નારાબાજી સાથે લોકો બહાર આવ્યા હતા અને પોલીસ પ્રદર્શનકર્તાઓને ઘસડીને લઈ જતી જોવા મળી હતી.
રાહુલ ગાંધી અને વિરોધપક્ષો આજે દિલ્હીમાં માર્ચ કાઢીને જંતર મંતર જશે
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગણી સાથે આજે કૉન્ગ્રેસ અને વિરોધ પક્ષની તમામ પાર્ટીઓ દિલ્હીમાં માર્ચ કાઢવાની છે. કૉન્ગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે રાહુલ ગાંધી આજે ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાને મળશે અને લોકતંત્રની હાલની પરિસ્થિતિમાં તાત્કાલિક પગલાં લેવાની માગણી કરશે.