ઈડીએ એબીજી શિપયાર્ડ ફ્રૉડ કેસમાં ૨૭૪૭.૬૯ કરોડની સંપત્તિ ટાંચમાં લીધી

23 September, 2022 09:07 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સીબીઆઇએ એના એક દિવસ પહેલાં જ આ કંપનીના ફાઉન્ડર રિશી કમલેશ અગરવાલની ધરપકડ કરી હતી

પ્રતીકાત્મક તસવીર

ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ)એ એબીજી શિપયાર્ડ લિમિટેડ વિરુદ્ધ મની લૉન્ડરિંગને સંબંધિત બૅન્ક લોન ફ્રૉડ કેસમાં તપાસના ભાગરૂપે શિપયાર્ડ્ઝ, ખેતીલાયક જમીન, કમર્શિયલ પ્રૉપર્ટી અને બૅન્ક ડિપોઝિટ્સને ટાંચમાં લીધી છે. ઈડીએ ગઈ કાલે આ જાણકારી પૂરી પાડી હતી. ટાંચમાં લેવામાં આવેલી પ્રૉપર્ટીઝમાં ગુજરાતમાં સુરત અને દહેજ ખાતે શિપયાર્ડ, ગુજરાત અને મહારાષ્ટ્રમાં ખેતીલાયક જમીન અને પ્લૉટ્સ, જુદી-જુદી કમર્શિયલ અને રેસિડેન્શિયલ પ્રૉપર્ટી સામેલ છે. પ્રિવેન્શન ઑફ મની લૉન્ડરિંગ ઍક્ટ હેઠળ ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિની કુલ વૅલ્યુ ૨૭૪૭.૬૯ કરોડ રૂપિયા છે. સીબીઆઇએ એના એક દિવસ પહેલાં જ આ કંપનીના ફાઉન્ડર રિશી કમલેશ અગરવાલની ધરપકડ કરી હતી.

national news directorate of enforcement