આપનાં અતિશીએ કર્યો હેરી પોટરને નામે બફાટ, ટ્રોલિંગનો ભોગ બનવું પડ્યું

19 February, 2020 06:52 PM IST  |  Delhi | Mumbai Desk

આપનાં અતિશીએ કર્યો હેરી પોટરને નામે બફાટ, ટ્રોલિંગનો ભોગ બનવું પડ્યું

અતિશી માર્લેના

આમ આદમી પાર્ટીનાં સાંસદ અને નેતા અતિશી માર્લેનાએ નેટફ્લિક્સ અને હેરી પોટરને લઇને એક ટ્વિટ કર્યું અને પછી તો થોડા જ વખતમાં આ ટ્વીટને લઇને તેઓ ટ્વિટર પર ટ્રેન્ડ કરવા માંડ્યા.

અતિશીએ ટ્વીટ કર્યું હતું કે તેમની ભાણી નેટફ્લિક્સ પર હેરી પોટર જોઇ રહી છે. વાંચો આ ટ્વીટમાં એવું તે શું હતું કે અતિશીને લોકોએ ટ્રોલ કર્યા. 

આ ટ્વીટ પછી સોશ્યલ મીડિયા પર સૌથી પહેલાં તો અતિશીને જુઠ્ઠી કહેવામાં આવી કારણકે નેટફ્લિક્સ પર હેરી પોટર ની ફિલ્મો છે જન હીં. કેટલા યુઝર્સે તો વીડિયો સુદ્ધાં શેર કર્યો જેમાં દર્શાવાયું છે કે હેરી પોટર પર સર્ચ કરીએ તો આ ફિલ્મો નેટફ્લિક્સ પર તો નથી મળતી. હવે સવાલ એ છે કે શું હેરી પોટર નેટફ્લિક્સ પર છે? નેટફ્લિક્સ પર હેરી પોટર છે ખરી પણ નેટફ્લિક્સ ઇન્ડિયા પર હેરી પોટરની ફિલ્મો નથી. સ્પેઇન, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, ફ્રાંસ, સ્વિટ્ઝરલેન્ડ અને બેલ્જિયમ જેવા દેશોમાં હેરી પોટર નેટફ્લિક્સ પર અવેલેબલ છે. 

 

 

 

 

જો તમારે હેરી પોટર જોવું હોય અને તમે ભારતમાં હો તો તમારે કંઇ નિરાશ થવાની જરૂર નથી, એમેઝોન પ્રાઇમ પર તમે હેરી પોટર જોઇ શકશો, આ બધી ફિલ્મો અહીંથી સ્ટ્રિમ કરી શકાય છે.

aam aadmi party netflix harry potter twitter