ટૅબ્લેટ આકાશનું નવું અપગ્રેડ કરેલું સ્વરૂપ મે સુધીમાં રિલીઝ થશે

03 April, 2012 05:33 AM IST  | 

ટૅબ્લેટ આકાશનું નવું અપગ્રેડ કરેલું સ્વરૂપ મે સુધીમાં રિલીઝ થશે

હ્યુમન રિસોર્સ ડેવલપમેન્ટ મિનિસ્ટર કપિલ સિબલે ઇન્ડિયન ચેમ્બર ઑફ કૉમર્સ દ્વારા આયોજિત સેમિનારમાં આ જાહેરાત કરી હતી. કપિલ સિબલે કહ્યું હતું કે ‘અપગ્રેડ થયા પછી આકાશ જબરદસ્ત હશે. એનું પ્રોસેસર ૭૦૦ મેગાવૉટનું હશે અને ત્રણ કલાક સુધી કોઈ વિઘ્ન વગર એની બૅટરી ચાલશે. સ્ક્રીન પણ ટૅબ્લેટની સાઇઝની હશે. બે રાજ્યોમાં કામ કરતી ટેક્નૉલૉજિકલ કંપની દ્વારા આ ટૅબ્લેટને અપગ્રેડ કરવામાં આવી રહ્યું છે.’

મૂળ ડેવલપર ડેટાવિન્ડના પ્રૉબ્લેમ્સ તેમણે સ્વીકાર્યા હતા. ડેટાવિન્ડ દ્વારા ડિલિવરીની ડેડલાઇન અને કસ્ટમર સર્વિસમાં ખરા ન ઊતરવાના આક્ષેપો મૂકવામાં આવ્યા છે. આ ઉપરાંત ટેક્નિકલી પણ અમુક ખામીઓ જોવા મળી હતી. આ કારણે જ પ્રોડક્શન બંધ કરી દેવામાં આવ્યું છે અને આ નવા સ્વરૂપને પણ અનેક ટેસ્ટ કર્યા બાદ જ માર્કેટમાં મૂકવામાં આવશે.