26 August, 2024 08:39 AM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં પોલીસે એવા એક યુવાનની ધરપકડ કરી હતી જેણે માદા શ્વાન સાથે અકુદરતી સંભોગ કર્યો હતો. આ સંદર્ભમાં આશરે ૨૧ સેકન્ડનો એક વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયા બાદ પોલીસે ગાઝિયાબાદના મોદીનગરમાંથી ૨૧ વર્ષના સુરેન્દ્ર સિંહ નામના આ વિકૃત યુવાનની પશુઓ સાથે ક્રૂરતાની વિવિધ કલમો હેઠળ ધરપકડ કરી હતી.
આ સંદર્ભમાં મળતી જાણકારી મુજબ મોદીનગરની બળવંતપુરા કૉલોનીની આ ઘટના છે. આ વિકૃત યુવાન ઘણા સમયથી શ્વાનોને સતાવતો હતો અને શ્વાનોને તેની હવસનો શિકાર બનાવતો હતો. લોકોએ તેને ઘણી વાર સમજાવ્યા બાદ પણ તે સુધરતો નહીં હોવાથી લોકોએ જ તેનો આવી હરકત કરતો વિડિયો લઈ લીધો હતો અને વાઇરલ કરી દીધો હતો.