કોરોનાને લીધે હરિયાણામાં ચ્યૂઇંગગમ પર ત્રણ મહિનાનો પ્રતિબંધ

04 April, 2020 04:08 PM IST  |  Mumbai Desk

કોરોનાને લીધે હરિયાણામાં ચ્યૂઇંગગમ પર ત્રણ મહિનાનો પ્રતિબંધ

પ્રતીકાત્મક તસવીર

દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. એવામાં હરિયાણાના મનોહરલાલ ખટ્ટરની સરકારે રાજ્યમાં ચ્યૂઇંગગમ ચાવવા પર અને તેનાં વેચાણ પર ત્રણ મહિનાનો પ્રતિબંધ લગાવી દીધો છે. હરિયાણામાં ચ્યૂઇંગગમ પર આ પ્રતિબંધ ૩૦ જૂન સુધી લાગુ રહેશે. ફૂડ ઍન્ડ ડ્રગ્સ ઍડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટના કમિશનર અશોકકુમાર મીણાએ પોતે જ આ આદેશ જાહેર કર્યો છે. 

આ અગાઉ આજે જ હરિયાણાના અંબાલા જિલ્લાની ૬૭ વર્ષીય વ્યક્તિએ હૉસ્પિટલમાં જ પોતાના અંતિમ શ્વાસ લીધા હતા. હરિયાણામાં કોરોના વાઇરસથી મૃત્યુ થવાનો આ પહેલો કેસ હતો. જોકે પૉઝિટિવ કેસ વધતા ચાલ્યા છે.

national news haryana coronavirus covid19