09 September, 2026 01:19 PM IST | West Bengal | Gujarati Mid-day Correspondent
વાઇરલ વિડીયોમાંથી સ્ક્રીનશૉટ
પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના રતુઆમાં ગંગા નદીના કિનારાના ભારે ધોવાણને કારણે ૧૯૫૪માં બાંધવામાં આવેલું ભગવાન શિવનું મંદિર ગઈ કાલે ગંગા નદીમાં સમાઈ ગયું હતું. ગયા વર્ષથી મંદિર ધોવાણના ભયનો સામનો કરી રહ્યું હતું અને એને બચાવવા માટે કામચલાઉ રક્ષણાત્મક દીવાલ બાંધવામાં આવી હોવાથી એ ઊભું રહ્યું હતું, પણ સપ્ટેમ્બર મહિનામાં આ દીવાલ તૂટી પડ્યા બાદ પૂરના કારણે આ મંદિર ગંગા નદીમાં સમાઈ ગયું હતું. પ્રાચીન મંદિરને તેમની નજર સામે ગાયબ થતું જોઈને ગ્રામજનો રડી પડ્યા હતા. નદીના કિનારા પર રહેલા બાંધકામ પર ખતરો ઊભો થતાં ગ્રામજનોમાં ચિંતા અને ડરનો માહોલ છે.