BJP MLA વિરુદ્ધ રેપનો કેસ, બાળકનો DNA ટેસ્ટ કરવાની માગણી

18 August, 2020 02:21 PM IST  |  Dehradun | Gujarati Mid-day Online Correspondent

BJP MLA વિરુદ્ધ રેપનો કેસ, બાળકનો DNA ટેસ્ટ કરવાની માગણી

પ્રતીકાત્મક તસવીર


એક મહિલાએ ઉત્તરાખંડના BJP MLA વિરુદ્ધ 2016થી 2018 દરમિયાન ઘણી વખત રેપ કર્યા હોવાની પોલીસ ફરિયાદ નોંધાવી છે. જ્યારે MLAની પત્નીએ આ મહિલા વિરુદ્ધ બ્લેકમેઈલ કરવાની ફરિયાદ કરી છે.

ભાજપના વિધાનસભ્ય મહેશ નેગી વિરુદ્ધ નહેરૂ નગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે. આ મહિલાએ દાવો કર્યો છે કે તેના બાળકનો DNA ટેસ્ટ કરવામાં આવે જેથી સચ્ચાઈ સામે આવે. આ મહિલાએ કહ્યું કે તે વર્ષ 2016થી 2018 દરમિયાન નેગી સાથે મૈસુર, નૈનિતાલ, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને નેપાળમાં પ્રવાસ કર્યો છે.

વર્ષ 2016માં આ મહિલાની માતા બિમાર પડતા તે MLAના સંપર્કમાં આવી હતી. તે વખતે આ મહિલા MLAની પાડોશી હતી અને રેપ બાબતે કોઈને ન જણાવે તે માટે MLAની પત્નીએ તેને રૂ.25 લાખની ઓફર કરી હતી.

ઉત્તરાખંડમાં રાજકીય ગરમાગરમી છે એવામાં સ્ટેટ કોંગ્રેસ પ્રેસિડેન્ટ પ્રિતમ સિંઘે કહ્યું કે, આ ગંભીર બાબત છે. મહિલાને એક બાળક પણ છે. સચ્ચાઈ જાણવા માટે આ બાળકનું DNA ટેસ્ટ કરવો જોઈએ.

Crime News dehradun sexual crime