બૅન્ગલોરની ખાનગી હૉસ્પિટલે હાર્ટ ટ્રાન્સપ્લાન્ટમાં ઇતિહાસ રચ્યો

12 September, 2025 10:22 AM IST  |  Bengaluru | Gujarati Mid-day Correspondent

ફક્ત ૧૨ કલાકના સમયગાળામાં ૩ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી સફળતાપૂર્વક પાર પાડી

પ્રતીકાત્મક તસવીર

બૅન્ગલોરની એક ખાનગી હૉસ્પિટલે ૧૨ કલાકમાં ૩ હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ સર્જરી કરીને ઇતિહાસ સરજ્યો હતો. ભારતમાં પહેલી જ વાર આ ઘટના બની છે. બૅન્ગલોરની નારાયણ હેલ્થ સિટી હૉસ્પિટલના પરિસરમાં આ સર્જરીઓ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી. આ સર્જરીઓ દ્વારા નારાયણ હેલ્થએ એના હાર્ટ-ફેલ્યર અને ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામની ક્ષમતા પણ દર્શાવી છે.
હાર્ટ ટ્રાન્સપ્લાન્ટના ત્રણેય દરદીઓ પુરુષ હતા અને ત્રણેય ૩૦ વર્ષની આસપાસની ઉંમરના હતા. તેઓ એક વર્ષ કરતાં પણ વધુ સમયથી યોગ્ય ડોનરની રાહ જોઈ રહ્યા હતા. સિનિયર કન્સલ્ટન્ટ કાર્ડિઍક સર્જ્યન ડૉ. વરુણ શેટ્ટીએ જણાવ્યું હતું કે ‘આ માઇલસ્ટોન અમારી ટ્રાન્સપ્લાન્ટ ટીમના એક્સલન્સ ઉપરાંત પબ્લિક સપોર્ટને લીધે જ શક્ય બન્યો છે. દાતાઓના પરિવારના ઉદાર નિર્ણયને લીધે જ આ સંભવ થયું છે.’

national news india bengaluru heart attack healthy living