આ એન્જિનિયર 33 રૂપિયા માટે IRCTC સામે બે વર્ષ લડ્યા

09 May, 2019 11:17 AM IST  |  જયપુુર

આ એન્જિનિયર 33 રૂપિયા માટે IRCTC સામે બે વર્ષ લડ્યા

એન્જિનિયર 33 રૂપિયા માટે IRCTC સામે બે વર્ષ લડ્યા

કોટાના એક એન્જિનિયર સુજીત સ્વામીએ  બે વર્ષની લાંબી લડાઈ બાદ IRCTC પાસેથી કેન્સલ ટિકિટના 33 રૂપિયા પાછા મેળવ્યા છે. સ્વામીએ એપ્રિલ 2017માં કોટાથી દિલ્હી જવા માટે 765 રૂપિયાની ટિકિટ બુક કરાવી હતી, જેને તેમણે કેન્સલ કરાવી હતી. જે માટે તેમને 665 રૂપિયા પાછા મળ્યા. જ્યારે તેમને ખરેખર તો 700 રૂપિયા પાછા મળવા જોઈએ. બાકીના પૈસા પાછા લેવા માટે તેમણે 2 વર્ષ સુધી IRCTC સાથે લડવું પડ્યું.

બે વર્ષ બાદ મળ્યા પૈસા
સ્વામીએ એપ્રિલ 2018માં લોક અદાલતમાં એક અરજી દાખલ કરી હતી. જેમે અદાલતે એ કહીને ફગાવી કે આ તેમના અધિકારક્ષેત્રમાં નથી આવતું. સ્વામીએ કહ્યું કે મે RTIના માધ્યમથી મારી લડાઈ ચાલુ રાખી. મારી અરજીને એક વિભાગથી બીજા વિભાગ સુધી મોકલવામાં આવી હતી. આખરે ચાર મે 2019ના દિવસે લાંબી લડાઈ બાદ બેંકે મારા ખાતામાં 33 રૂપિયા નાખ્યા. લાંબી લડાઈમાં મારે જ પરેશાની ઉઠાવવી પડી તેની નુકસાની આપવાના બદલે IRCTCએ બે રૂપિયા રિફંડમાં કાપી લીધા.

આ પણ વાંચોઃ જાણો, ટ્રેનની ટિકિટ કેન્સલ કરશો તો કેટલા નાણા પરત મળશે

વધુ લડાઈની તૈયારી
કોટાના આ એન્જિનિયર બાકીના 2 રૂપિયા માટે પણ લડવા તૈયાર છે. કારણ કે IRCTCએ એક પત્રમાં તેમને કહ્યું હતું કે સર્ક્યુલર 49 અનુસાર તેમને 35 રૂપિયા પાછા આપવામાં આવશે. પરંતુ તેને 33 રૂપિયા જ પાછા મળ્યા છે. જેથી તેઓ આ લડાઈને આગળ વધારશે.

irctc indian railways