ના માસ્ક..ના સોશિયલ ડિસ્ટન્સ.. કાશી વિશ્વનાથમાં ઉમટી ભીડ

02 August, 2021 01:24 PM IST  |  mumbai | Gujarati Mid-day Online Correspondent

કોરોનાની બીજી લહેર હળવી બનતા લોકો કોરોનાના નિયમોની ભુલી રહ્યાં છે. કાશી વિશ્વનાથમાં સાવન મહિનાના બીજા સોમવારે ભક્તોની ભારે ભીડ ઉમટી હતી.

કાશીમાં લોકોની ભીડ ઉમટી

કોરોના વાયરસના બીજી લહેર વચ્ચે સાવન મહિનો ઉજવવામાં આવી રહ્યો છે. આજે સાવન મહિનાનો બીજો સોમવાર છે. દેશભરના શિવ મંદિરોમાં ભક્તો દર્શન માટે પહોંચી રહ્યા છે. આ દરમિયાન ઘણી જગ્યાએ કોરોના નિયમોના ઉલ્લંઘનની તસવીરો પણ સામે આવી રહી છે. ઉત્તરપ્રદેશના વારાણસી સ્થિત વિશ્વ પ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મંદિરમાં ભક્તોની ભારે ભીડ છે. દર્શન અને પૂજા માટે લાઇન છે, પરંતુ ઘણા લોકો ન તો માસ્ક પહેરતા હોય છે અને ન તો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરવામાં આવે છે.

એએનઆઈ અનુસાર સાવનના બીજા સોમવારે વારાણસીના કાશી વિશ્વનાથ મંદિરમાં મોટી સંખ્યામાં લોકો પ્રાર્થના કરવા પહોંચ્યા હતા. આ દરમિયાન ભક્તોએ ગંગા નદીમાં ડુબકી પણ લીધી હતી.  તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ઘાટ પર ભારે ભીડ હતી, પરંતુ ઘણા લોકોએ માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા હતાં. 

કોરોનાની બીજી લહેર હળવી બની છે, પરંતુ સાથે સાથે કોરોનાની ત્રીજી લહેરની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેવામાં લોકોનું કોરોનાને હળવાશથી લેવું ચિંતામાં મુકી શકે છે.  વડા પ્રધાન નરેન્દ્ર મોદીના તમામ નિષ્ણાતોએ લોકડાઉનમાં છૂટછાટ બાદ ભીડ ભેગી થવાની ચિંતા વ્યક્ત કરી છે. હિલ સ્ટેશનો અને બજારોમાં વધતી ભીડ અંગે વડાપ્રધાને તાજેતરમાં કહ્યું હતું કે, પર્વતીય વિસ્તારોમાં, બજારમાં માસ્ક પહેર્યા વિના, પ્રોટોકોલનું પાલન કર્યા વિના લોકો ફરી રહ્યાં છે તે ચિંતાનો વિષય છે. આ યોગ્ય નથી.  વાયરસ સામેથી જાતે આવતો નથી આપણે તેને લાવીએ છીએ. 

તેમણે કહ્યું કે આપણે કોરોના પ્રોટોકોલને અનુસરવામાં સમાધાન કરવાની જરૂર નથી. નિષ્ણાતો વારંવાર ચેતવણી પણ આપી રહ્યા છે કે બેદરકારી અને ભીડને કારણે કોરોના સંક્રમણમાં મોટો ઉછાળો આવી શકે છે.

નોંધનીય છે કે દેશમાં કોરોનાના કેસ ઘટી રહ્યાં છે. પરંતુ કેટલાક રાજ્યોમાં હજી કોરોનાની સંખ્યા યથાવત છે. આની વચ્ચે કોરોનાના નવા નવા વેરિઅન્ટ પણ સામે આવી રહ્યાં છે. 

national news varanasi coronavirus