પીએમસી બૅન્ક અને એચડીઆઇએલ સામે ફરિયાદ

01 October, 2019 10:27 AM IST  |  મુંબઈ

પીએમસી બૅન્ક અને એચડીઆઇએલ સામે ફરિયાદ

પીએમસી બેન્ક

મુંબઈ પોલીસે ગઈ કાલે પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્કના અગાઉના મૅનેજમેન્ટ અને હાઉસિંગ ડેવલપમેન્ટ ઍન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના પ્રમોટર્સ સામે એફઆઇઆર નોંધીને કેસની તપાસ સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમને સોંપી હતી. રિઝર્વ બૅન્કે નિયુક્ત કરેલા ઍડ્મિનિસ્ટ્રેટરે નોંધાવેલી ફરિયાદને આધારે મુંબઈ પોલીસની ઇકૉનૉમિક ઓફેન્સ વિન્ગે ફોર્જરી, ચીટિંગ અને ક્રિમિનલ કૉન્સ્પીરસીના કેસમાં ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ ફાઇલ કર્યો હતો.

પ્રાથમિક તપાસ અનુસાર ૨૦૦૮થી અત્યાર સુધીમાં પંજાબ ઍન્ડ મહારાષ્ટ્ર કો-ઑપરેટિવ બૅન્કની ખોટ ૪૩૫૫.૪૬ કરોડ રૂપિયાની હતી. એફઆઇઆરમાં બૅન્કના ભૂતપૂર્વ ચૅરમૅન વર્યમ સિંહ, મૅનેજિંગ ડિરેક્ટર જૉય થોમસ તથા અન્ય અધિકારીઓ તેમ જ એચડીઆઇએલના ડિરેક્ટર વાધવાનનાં નામોનો ઉલ્લેખ છે. એફઆઇઆરમાં જણાવવામાં આવ્યું હતું કે એચડીઆઇએલના પ્રમોટર્સે બૅન્કની ભાંડુપ બ્રાન્ચમાંથી લોન લેવા માટે બૅન્કના અધિકારીઓ સાથે સાઠગાંઠ કરી હતી. લોન પાછી ન ચૂકવાઈ છતાં બૅન્કે એને નૉન-પર્ફોર્મિંગ ઍસેટ જાહેર ન કરી.

national news