PM મોદીએ શૅર કર્યો નવા સંસદ ભવનનો વીડિયો, લોકોને આપી નવી ચેલેન્જ

26 May, 2023 07:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને નવી સંસદ ભવનનો આંતરિક ભાગ દર્શાવતો વીડિયો પણ શૅર કર્યો છે

ફાઇલ તસવીર

ભારતીય સંસદની નવી ઇમારતનું ઉદ્ઘાટન 28 મેના રોજ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ ટ્વીટ કર્યું કે દરેક ભારતીયને આ નવા સંસદ ભવન (New Parliament) પર ગર્વ થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને નવી સંસદ ભવનનો આંતરિક ભાગ દર્શાવતો વીડિયો પણ શૅર કર્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે દરેક ભારતીયને સંસદની નવી ઇમારત પર ગર્વ થશે. વડાપ્રધાને કહ્યું કે વીડિયોમાં આ પ્રતિષ્ઠિત ઈમારતની ઝલક જોવા મળે છે. આ પ્રસંગે તેમણે શહેરીજનોને અપીલ કરી હતી. “નવા સંસદ ભવનનો આ વીડિયો તમારા પોતાના અવાજ સાથે શૅર કરો, જેમાં તમારા વિચારો વ્યક્ત કરો.” પીએમ મોદીએ કહ્યું કે, “હું તેમાંથી કેટલાકને રી-ટ્વીટ કરીશ.”

કેવી છે આ નવી ઇમારત?

આ નવું સંસદ ભવન ચાર માળનું છે અને આ સંસદમાં છ પ્રવેશદ્વાર છે. આ સંસદ ભવનમાં એક બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે, જેમાં લોકસભાના એક હજાર અને રાજ્યસભાના લગભગ 400 સાંસદો બેસી શકે છે. નવી સંસદ ભવન દરેકની સામે નાની બેન્ચ હશે. ઉપરાંત, આ બેન્ચોમાં હાજરી, મતદાન અને ભાષાંતર સાંભળવા માટે અત્યાધુનિક સુવિધાઓ હશે. આ સિવાય સંસદ ભવનમાં 120 ઑફિસ અને એક મ્યુઝિયમ અને ગેલેરી હશે.

વિપક્ષે ઉદ્ઘાટન કાર્યક્રમનો બહિષ્કાર કર્યો

સંસદ દેશની સૌથી મોટી ઇમારત છે. ભારતના રાષ્ટ્રપતિ દેશના વડા છે, બંધારણના વડા છે. તેથી વિપક્ષના ઘણા બધા 20 રાજકીય પક્ષોએ એવું વલણ અપનાવ્યું છે કે વડાપ્રધાન પોતાના હાથે સંસદ ભવનનાં નવા ભવનનું ઉદ્ઘાટન કરે તે યોગ્ય નથી. આ ઈમારતના ભૂમિપૂજન વખતે તત્કાલિન રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પણ આમંત્રણ આપવામાં આવ્યું ન હતું. તેથી વિપક્ષી દળોએ કહ્યું છે કે વર્તમાન રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને ઇમારતના ઉદ્ઘાટન સમયે પણ પડતા મૂકવા એ ખોટું છે.

આ પણ વાંચો: New Parliament: વિવાદો વચ્ચે ઘેરાયેલું નવું સંસદ ભવન અંદરથી દેખાય છે આવું...

20 રાજકીય પક્ષોએ સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહનો બહિષ્કાર કર્યો છે. તેમાં કૉંગ્રેસ, TMC, DMK, JDU, AAP, NCP, શિવસેના (ઠાકરે જૂથ), CPI (M), સમાજવાદી પાર્ટી અને રાષ્ટ્રીય જનતા દળ જેવા મુખ્ય વિપક્ષી દળો સામેલ છે.

national news narendra modi parliament Lok Sabha Rajya Sabha