'દુર્ભાગ્ય કે 70 વર્ષોમાં એકપણ સંન્યાસીને ભારતરત્ન નહીં': બાબા રામદેવ

27 January, 2019 10:33 AM IST  |  નવી દિલ્હી

'દુર્ભાગ્ય કે 70 વર્ષોમાં એકપણ સંન્યાસીને ભારતરત્ન નહીં': બાબા રામદેવ

ફાઇલ ફોટો

યોગગુરૂ બાબા રામદેવે આઝાદી પછી અત્યાર સુધી કોઈ સંન્યાસીને ભારતરત્ન ન મળવા અંગે સવાલ ઉઠાવ્યો છે. તેમણે સરકારને આગ્રહ કર્યો છે કે આગામી વખતે આ સર્વોચ્ચ સન્માન કોઈ સંન્યાસીને પણ આપવામાં આવે.

ન્યુઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે રામદેવે કહ્યું, "દુર્ભાગ્ય છે કે 70 વર્ષોમાં એકપણ સંન્યાસીને ભારતરત્ન નથી મળ્યો. મહર્ષિ દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદજી અથવા શિવકુમાર સ્વામીજી. હું ભારત સરકારને આગ્રહ કરું છું કે આગામી વખતે કમ-સે-કમ કોઈ એક સંન્યાસીને પણ ભારતરત્ન આપવામાં આવે."

ઉલ્લેખનીય છે કે રામદેવે તાજેતરમાં જ કહ્યું હતું કે જે લોકોના બેથી વધુ બાળકો છે તેમની પાસેથી મતદાનનો અધિકાર છીનવી લેવો જોઇએ. તેમને ચૂંટણીમાં હિસ્સો લેવા અને સરકારી સ્કૂલ-હોસ્પિટલનો ઉપયોગ કરવાની પરવાનગી પણ ન હોવી જોઇએ. સરકારી યોજનાઓનો લાભ અને સરકારી નોકરી પણ ન આપવી જોઈએ. તેનાથી દેશની વધી રહેલી વસ્તી આપમેળે અટકી જશે.

આ પણ વાંચો: “નરેન્દ્ર મોદીમાં હજી સુધી મારો ભરોસો ટકી રહ્યો છે”

ગયા મહિને બાબા રામદેવે કહ્યું હતું કે જો આ વખતે અયોધ્યામાં રામમંદિર નહીં બને તો લોકોનો ભાજપ પરથી ભરોસો ઉઠી જશે. તેમણે કહ્યું કે હવે જ્યારે કેન્દ્ર અને ઉત્તરપ્રદેશ બંને જગ્યાએ ભાજપની સરકાર છે, જો અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ ન થયું તો લોકોનો ભાજપ પરથી ભરોસો ઉઠી જશે.

baba ramdev bharatiya janata party national news