ભારત સરકારના ઇકૉનૉમિક ડેટા પર જગતને વિશ્વાસ નથી: મોહનન

09 June, 2019 12:29 PM IST  |  નવી દિલ્હી

ભારત સરકારના ઇકૉનૉમિક ડેટા પર જગતને વિશ્વાસ નથી: મોહનન

પી. સી. મોહનન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ગયા સપ્તાહે તેમની બજારકેન્દ્રિત આર્થિક નીતિઓ બદલ મળેલા જણાતા સમર્થનને પગલે ગયા સપ્તાહે લોકસભાની ચૂંટણી જીતી ગયા છતાં તેમના પ્રથમ કાર્યકાળમાં કેટલો વિકાસ કે બેરોજગારી સર્જા‍યાં એ વિશે મતમતાંતર પ્રવર્તે છે. સેન્ટ્રલ સ્ટૅટિસ્ટિક્સ ઑફિસ (સીએસઓ)ના ભૂતપૂર્વ ચૅરમૅન પી. સી. મોહનને રોજગારી સંબંધી સરકારી અહેવાલ વિશે તથા એેને દબાવવાના પગલાએ શા માટે આંતરરાષ્ટ્રીય સમુદાયમાં દેશના સત્તાવાર ડેટાની વિશ્વસનીયતાને ખલાસ કરી નાખી છે એવો ઘટસ્ફોટ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે સરકારે જાન્યુઆરીમાં નોકરીનો અહેવાલ પ્રસિદ્ધ કરવાનો ઇનકાર કર્યા બાદ મોહનને રાજીનામું આપી દીધું હતું.

બેરોજગારી ૪૫ વર્ષના સર્વોચ્ચ સ્તરે પહોંચી હોવાનું જણાવતા અહેવાલની ચાવીરૂપ સમજૂતી વિશે મોહનને સ્પક્ટતા કરી છે, શિક્ષિત બેરોજગાર યુવા વર્ગની સમસ્યા પર પ્રકાશ પાડ્યો છે અને સેવા તથા ઉત્પાદન ક્ષેત્રમાં શિક્ષણ તથા રોજગારી વચ્ચેના અંતર વિશે ચિંતા વ્યક્ત કરી હતી.

ભારત સરકારનો સત્તાવાર ડેટા ૨૦૧૪માં વડા પ્રધાને ઑફિસ સંભાળી ત્યારથી અર્થતંત્ર વર્ષે ૭થી ૮ ટકા વિસ્તરતું હોવા સાથે ચીન સાથે સ્પર્ધા ધરાવતું હોવાનું દર્શાવે છે, પરંતુ દેશની સ્ટૅટિસ્ટિકલ પ્રક્રિયાઓ, ખાસ કરીને મોદીના શાસનકાળમાં નોકરીઓ સર્જા‍ઈ કે અદૃશ્ય થઈ એની તપાસે રાજકીય હસ્તક્ષેપના આક્ષેપ જગાવ્યા છે અને ડેટાની ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યો છે.

કેટલાક અર્થશાસ્ત્રીઓ, ખાસ કરીને નિષ્ણાતો સરકારી આંકડાઓ વિશે ઊંડી શંકા ધરાવે છે. ડેટા એકત્રીકરણની આ સમગ્ર પ્રક્રિયાને તેમણે રાજકીય સ્વરૂપ આપી દીધું છે એમ નવી દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીના અર્થશાસ્ત્રી જયંતી ઘોષે જણાવ્યું હતું. હવે કોઈને આંકડામાં વિશ્વાસ રહ્યો નથી.

શું કહે છે મોહનન?

શિક્ષણ અને યુવા વર્ગની બેરોજગારી વચ્ચેનું અંતર ચિંતા ઊપજાવે છે, કારણ કે શિક્ષિતોનો બહોળો વર્ગ સેવા અને ઉત્પાદન ક્ષેત્રે રોકાણને પગલે અપેક્ષિત હોય એ પ્રકારની નોકરીઓ માટે યોગ્ય નથી. આથી શિક્ષિતોનું કૌશલ્ય રજૂ થનારી રોજગારીની તકો માટે યોગ્ય જણાતું નથી.

હું જણાવી ચૂક્યો છું કે જ્યારે મેં જાણ્યું કે કમિશનની ભલામણોને ગંભીરતાથી લેવામાં નથી આવી રહી અને સરકારની ઘણી મહkવની આંકડાકીય પહેલમાં કમિશન સાથે સલાહ-મસલત કરવામાં નહોતી આવતી ત્યારે મેં રાજીનામું આપ્યું. અહેવાલ પ્રસિદ્ધ ન થયો એ પણ એક જવાબદાર કારણ હતું.

જીડીપી કે બેરોજગારી પરની તાજેતરની ચર્ચાઓને પગલે ઘણા વિશ્લેષકો, અર્થશાસ્ત્રીઓ કે ભારત બહારના ઘણા રોકાણકારો તેમના પોતાના વૈકલ્પિક ડેટાસેટ ઊભા કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. સાથે જ તેઓ સીમાચિહ્નો ઊભાં કરવાનો પણ પ્રયત્ન કરી રહ્યા છે જે તેમને નિર્ણયો લેવામાં મદદ કરે છે.

રોજગારીના આંકડાઓનો અહેવાલ પ્રસિદ્ધ ન કરવામાં આવ્યો એ એક કારણ હતું, પરંતુ સરકારે ઘણી મહkવની પહેલ પર સ્ટૅટિસ્ટિક્સ ઑફિસ સાથે સલાહ-મસલત કરવાનું બંધ કરી દીધું હતું.

આ પણ વાંચો : આ કલેક્ટરે પોતાની ઑફિસમાંથી એસી કઢાવી બાળકોની હૉસ્પિટલમાં ફિટ કરાવ્યું

કદાચ ચૂંટણી પહેલાં અહેવાલનો સમય સુયોગ્ય ન રહ્યો હોત. કદાચ સરકારે એમ વિચાર્યું હશે. હવે કમિશન દ્વારા મંજૂર કરવામાં આવેલા ડ્રાફ્ટમાં કોઈ પણ ફેરફાર કર્યા વિના અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે ત્યારે ચાલો, આ અહેવાલને સ્વીકારીએ.

national news