મહિલા દિવસે મહિલાઓની જવાબદારીએ હશે પૂર્વોત્તર રેલવેની આ ટ્રેન

05 March, 2020 08:05 PM IST  |  Mumbai Desk

મહિલા દિવસે મહિલાઓની જવાબદારીએ હશે પૂર્વોત્તર રેલવેની આ ટ્રેન

મહિલા દિવસે મહિલાઓ દ્વારા ચલાવવામાં આવશે આ ટ્રેન

પૂર્વોત્તર રેલવેએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવા માટે વિશેષ પગલું લીધું છે. આઠ માર્ચના મહિલાઓ જ એક આખી ટ્રેન ચલાવશે. ટ્રેનના સંચાલનથી લઈને સિગ્નલ, ટિકિટ, સુરક્ષા અને સ્વચ્છતાની જવાબદારી મહિલા કર્મચારીઓના હાથમાં હશે. એટલે કે લોકો પાયલટ, સહાયકો પાયલટ, ગાર્ડ, કોચ, કંડક્ટર, ટિકિટ નિરીક્ષક, ટિકિટ પરીક્ષક, કોચ અટેન્ડેન્ટ, સફાઇ કર્મચારી અને સુરક્ષા કર્મચારી મહિલાઓ જ હશે. ટ્રેનને મહિલાકર્મીઓ જ સિગ્નલ આપશે.

ગોરખપુર-નૌતનવાં પેસેન્જર ટ્રેન ચલાવશે ફક્ત મહિલાઓ
ગોરખપુર સ્ટેશન પ્રબંધને ટ્રેન સંચાલન માટે રૂટ સાથે ગાડીની પણ પસંદગી કરી લીધી છે. રૂટ ગોરખપુર-નૌતનવાં હશે અને ગાડી હશે 55141 નંબરની પેસેન્જર ટ્રેન. મહિલા કર્મચારીઓને ધ્યાનમાં રાખતાં આ ટ્રેન ઉપયુક્ત માનવામાં આવે છે. આ ટ્રેન સવારે આઠ વાગ્યે ગોરખપુરથી રવાના થઈને સાંજ સુધી પાછી આવી જાય છે. જો કે, ટ્રેન સંચાલન, યાત્રીઓની સુવિધામાં કોઇપણ સમસ્યા ન આવે, આ માટે રેલવેનો સંપૂર્ણ સ્ટાફ મહિલા કર્મચારીઓના સહયોગમાં રહેશે.

ગોરખપુરમાં તહેનાત છે છ મહિલા પાયલટ અને એક ગાર્ડ
ગોરખપુર જંકશન પર છ મહિલા સહાયક પાયલટ તહેનાત છે. કેટલાક એન્જિનોના શટિંગ (સ્ટેશન યાર્ડમાં કોચ જોડવા તેમજ છૂટા પાડવા)નું કાર્ય કરે છે. કેટલીક ગોંડા તેમજ નૌતનવાં સુધી માલગાડી અને પેસેન્જર ટ્રેન લઈને ચાલે છે. આ સિવાય ગોરખપુર પશ્ચિમમાં એક મહિલા ગાર્ડ તહેનાત છે.

સ્ટેશન પર મહિલાઓ જ કરશે યાત્રીઓનું સ્વાગત
સ્ટેશન પર પણ મહિલા કર્મચારીઓને જ યાત્રીઓના સ્વાગતની જવાબદારી સોંપવામાં આવી છે. ટિકિટ તેમ જ પૂછપરછ કાઉન્ટર સહિત સ્ટેશનના અન્ય બધાં સ્થાનો પર પ્રાથમિકતા પર ડ્યૂટી લગાડવામાં આવશે. પ્લેટફૉર્મ પર લગાડવામાં આવેલા ટીવી પર પણ આખો દિવસ મહિલાઓ સંબંધિત કાર્યક્રમ બતાવવામાં આવશે.

મહિલા દિવસ પર વિશેષ કાર્યયોજના બનાવવામાં આવી છે. આ હેઠળ મહિલા કર્મચારીઓના નેતૃત્વમાં ટ્રેન ચલાવવાની તૈયારી શરૂ થઈ ગઈ છે. પૂર્વોત્તર રેલવેમાં મહિલાઓ માટે દસ માર્ચ સુધી અન્ય વિશેષ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. - પંકજ કુમાર સિંહ, સીપીઆરઓ, એનઇ રેલવે.

gorakhpur national news womens day