રાહુલ ગાંધીના રેપ ઇન્ડિયાના વિધાનના પડઘા સંસદમાં પણ પડ્યા

14 December, 2019 12:01 PM IST  |  New Delhi

રાહુલ ગાંધીના રેપ ઇન્ડિયાના વિધાનના પડઘા સંસદમાં પણ પડ્યા

રાહુલ ગાંધી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના શાસનમાં ભારત મેક ઇન્ડિયાને બદલે દુષ્કર્મના બનાવોથી રેપ ઇન ઇન્ડિયા બની ગયું હોવાની ટિપ્પણી કરનાર કૉન્ગ્રેસના નેતા રાહુલ ગાંધીની સામે આજે સંસદના બન્ને ગૃહોમાં બીજેપીએ ભારે હોબાળો મચાવીને રાહુલ આ મુદ્દે માફી માગે તેવી માગણી કરી હતી. લોકસભામાં રાહુલની સામેનો મોરચો પ્રધાન સ્મૃતિ ઇરાનીએ સંભાળ્યો હતો અને રાહુલ પર આકરા પ્રહાર કર્યા હતા. જોકે સંસદની બહાર રાહુલે મીડિયા સાથેની વાતચીતમાં માફી માગવાનો ઇનકાર કરીને એવો વળતો પ્રહાર કર્યો કે ખરેખર તો માફી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીને રેપ કેપિટલ કહેવા બદલ માગવી જોઈએ. રાહુલે ટ્વીટ કરીને તેની સાથે મોદીનો એ વિડિયો પણ શૅર કર્યો હતો, જેમાં મોદી દિલ્હીના ૨૦૧૨ના નિર્ભયા દુષ્કર્મની ઘટનાને પહલે દિલ્હીને રેપ કેપિટલ કહી રહ્યા છે. રાહુલ ગાંધીએ કહ્યું કે નોર્થ ઈસ્ટને સળગાવી દીધું છે. બેરોજગારી અને મંદીથી ધ્યાન ભટકાવવા માટે અમારા નિવેદનને મુદ્દો બનાવવામાં આવી રહ્યો છે.

સ્મૃતિ ઈરાનીએ લોકસભામાં કહ્યું હતું કે ‘ઇતિહાસમાં આ પહેલીવાર છે જ્યારે કોઈ ગાંધી પરિવારના નેતા અને આ ગૃહના સંસદસભ્ય એમ કહી રહ્યા છે કે ભારતીય મહિલાઓ પર બળાત્કાર થવો જોઈએ. જેમાં આ સદનના એક સભ્યપુરુષોને મહિલા પર દુષ્કર્મ માટેનું જાણે કે આમંત્રણ આપી રહ્યા છે.

વિદેશી માતાનું સંતાન રાષ્ટ્રભક્ત ન હોઈ શકે :બીજેપી

રાહુલ ગાંધીના રેપ ઈન ઈન્ડિયાના નિવેદનનો વિરોધ આજે લોકસભામાં બીજેપી સાંસદે કર્યો. આજે રાહુલ ગાંધીનો વિરોધ કરતા પશ્ચિમ ચંપારણથી બીજેપીના સાંસદ સંજય જયસ્વાલે ભૂતપૂર્વ કૉન્ગ્રેસ અધ્યક્ષને વિદેશી માતાનું સંતાન ગણાવ્યું. તેમણે ચાણક્યનો હવાલો આપીને કહ્યું કે ૨૦૦૦ વર્ષ પહેલાં તેમણે કહ્યું હતું કે વિદેશી માતાનું સંતાન ક્યારેય રાષ્ટ્રભક્ત હોઇ શકે નહીં.

rahul gandhi national news smriti irani