2024માં થરૂરને હરાવવા બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડીશ : શ્રીસાન્ત

30 September, 2019 01:10 PM IST  |  તિરુવનંતપુરમ

2024માં થરૂરને હરાવવા બીજેપીની ટિકિટ પર ચૂંટણી લડીશ : શ્રીસાન્ત

શ્રીસાન્ત

આઇપીએલમાં મૅચ-ફિક્સિંગના આરોપમાં સાત વર્ષની સજા ભોગવી રહેલા ક્રિકેટર એસ. શ્રીસાન્તે બીજેપીમાં સામેલ થવાની વાત કરી છે. શ્રીસાન્તે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હું કૉન્ગ્રેસના નેતા શશિ થરૂરને હરાવવા માટે ૨૦૨૪માં બીજેપીની ટિકિટ પરથી તિરુવનંતપુરમ બેઠકથી ચૂંટણી લડીશ.

શ્રીસાન્તે જણાવ્યું હતું કે ‘હું શશિ થરૂરનો મોટો પ્રશંસક છું. તેઓ એક વ્યક્તિ છે, જે મને સમજે છે અને મારા કપરા સમયમાં તેમણે મારો સાથ આપ્યો હતો, પરંતુ હું તેમને તિરુવનંતપુરમ લોકસભા બેઠક પરથી ચૂંટણીમાં હરાવીશ. આ (ચૂંટણી લડવા) અંગે કોઈ શંકા નથી.’

મૅચ-ફિક્સિંગના સવાલ પર શ્રીસાન્તે જણાવ્યું હતું કે ‘મને મારા બાળકની સોગંદ છે. મને મારા પિતા જે ગયા પાંચ વર્ષોથી બીમાર છે અને મારી એક મૅચ જોવાની આશા રાખીને બેઠા છે તેમની સોગંદ છે. મને મારી માતા જેમણે ગયા મહિને જ એક પગ ગુમાવ્યો છે અને મને મૅચ રમતા જોવાની આશા છોડી દીધી છે તેમની સોગંદ છે. મેં આવું કંઈ જ (મૅચ-ફિક્સિંગ) કર્યું નથી.

આ પણ વાંચો : તમામ પ્રકારના કાંદાની નિકાસ પર મોદી સરકારે પ્રતિબંધ લાદ્યો

આઇપીએલમાં સ્પોટ-ફિક્સિંગના આરોપમાં ૧૩ સપ્ટેમ્બરે ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઇ)ની અનુશાસનાત્મક કમિટીએ શ્રીસાન્ત પર આજીવન પ્રતિબંધ મૂક્યો હતો. જોકે ગયા મહિને જ બીસીસીઆઇએ શ્રીસાન્ત પર મૂકવામાં આવેલા પ્રતિબંધોમાં રાહત આપી હતી અને ૭ વર્ષ કરી દીધો હતો. આ પ્રતિબંધ હવે ઑગસ્ટ ૨૦૨૦માં સમાપ્ત થશે.

s sreesanth shashi tharoor national news