માયાવતી અને અખિલેશ યાદવ લડશે 2019ની ચૂંટણી

22 January, 2019 09:00 AM IST  | 

માયાવતી અને અખિલેશ યાદવ લડશે 2019ની ચૂંટણી

માયાવતી અને અખિલેશ યાદવ

ઉત્તર પ્રદેશમાં SP અને BSPના ગઠબંધન બાદ બન્ને પક્ષના ચીફ ચૂંટણી લડશે કે નહીં એના પર બધાની નજર છે. જોકે સૂત્રોએ જણાવ્યા મુજબ માયાવતી પશ્ચિમમાં સહારનપુરથી તો અખિલેશ યાદવ પૂર્વમાં આઝમગઢથી ચૂંટણી લડશે. હકીકતે બન્ને પક્ષના નેતાઓ સુરક્ષિત સીટ પરથી ચૂંટણી લડવા ઉપરાંત આસપાસના વિસ્તારની સીટો પર પણ અસર પડે એવા સ્થળેથી ચૂંટણી લડવા માગે છે. એવામાં આ બન્ને સીટોની અસર દૂર સુધી થવાની સંભાવના છે.

ઉત્તર પ્રદેશના મધ્યમાં ઇટાવાની આસપાસનો વિસ્તાર યાદવ પરિવારનો ગઢ મનાય છે તો રાયબરેલી અને અમેઠી કૉંગ્રેસનો ગઢ મનાય છે. આઝમગઢ પરથી અગાઉની ચૂંટણીમાં પણ SPએ ચૂંટણી લડી હતી. પરંપરાગત સીટોને છોડીને વાત કરાય તો આઝમગઢની સીટ પરથી SPએ ઘણા ઓછા મતના અંતરે ચૂંટણી જીતી હતી. જોકે પક્ષના નેતાઓનું માનવું છે કે આનાથી પાર્ટીને ઘણો ફાયદો થયો હતો અને એ પૂર્વમાં ખાતું ખોલવામાં સફળ રહી શકી હતી. અખિલેશ યાદવ જો આઝમગઢથી ચૂંટણી લડશે તો એની અસર પૂર્વાચલ પર પડશે.

ગઠબંધનનો પ્રભાવ પિમમાં મજબૂત કરવા સહારનપુરમાંથી માયાવતી ચૂંટણી લડી રહ્યાં છે. RJD સાથે ગઠબંધન બાદ દલિત અને જાટ સાથે જો મુસ્લિમ મતદાતા પણ ગઠબંધનની સાથે આવે તો માયાવતી માટે સહારનપુરની સીટ સંપૂર્ણપણે સુરક્ષિત છે. ગઈ ચૂંટણીમાં BSP સહારનપુરમાં ત્રીજા ક્રમે રહી હતી, પરંતુ ત્યાર અગાઉની ૧૩મી અને ૧૫મી ચૂંટણીમાં સહારનપુરની સીટ પર ગ્લ્ભ્ને જીત મળી હતી.

માયાવતીને આ સીટ પરથી ચૂંટણી લડાવવા પાછળ મુસ્લિમ મતદાતાઓને સાથે રાખવાની કોશિશ કરવામાં આવી રહી છે.

સાધના સિંહે માફી માગી

BSPનાં સુપ્રીમો માયાવતીના જન્મદિવસે BJPના કાર્યકર્તાઓને દોડાવી-દોડાવીને પીટવાની ધમકી આપનારા વિજય યાદવ ફરી એક વાર સમાચારમાં ઝળક્યા છે. માયાવતીની વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનારા BJPનાં વિધાનસભ્ય સાધના સિંહનું માથું વાઢી લાવનારને ૫૦ લાખનું ઇનામ આપવાની તેમણે ઘોષણા કરી હતી.

આ પણ વાંચો : દિલ્હીના CM કેજરીવાલને મળી જાનથી મારવાની ધમકી, દિલ્હી પોલીસમાં હડકંપ

સાધના સિંહની ટિપ્પણીને રાષ્ટ્રીય મહિલા આયોગે ધ્યાન પર લઈ તેમને નોટિસ મોકલીને માફી માગવા જણાવ્યું હતું. નોટિસ મળવાને પગલે સાધના સિંહે માફી માગતાં કહ્યું હતું કે ‘મારો ઇરાદો કોઈને ઠેસ પહોંચાડવાનો નહોતો. હું માયાવતીને BJPના સભ્યોએ કરેલી મદદની યાદ અપાવવા માગતી હતી.’

mayawati akhilesh yadav national news