દેશભરમાં ઠંડીનો હાહાકાર : હરિયાણામાં મંગળવાર સુધી સ્કૂલો બંધ

31 December, 2019 01:46 PM IST  |  New Delhi

દેશભરમાં ઠંડીનો હાહાકાર : હરિયાણામાં મંગળવાર સુધી સ્કૂલો બંધ

દેશભરમાં ઠંડીનો હાહાકાર

દિલ્હીમાં ઠંડીના તમામ રેકૉર્ડ ધ્વસ્ત થઈ રહ્યા છે. સોમવારે સવારે રાજધાની દિલ્હી ગાઢ ધુમ્મસની ઝપટમાં રહી, આ દરમ્યાન દૃશ્યતા ખૂબ જ ઓછી રહી.

રાજધાનીમાં લઘુતમ તાપમાન ૨.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું જે આ મોસમમાં સરેરાશ તાપમાન કરતાં ચાર ડિગ્રી ઓછું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજધાની દિલ્હીમાં ડિસેમ્બર મહિનામાં વીતેલાં ૧૧૯ વર્ષમાં આજ સૌથી ઠંડો દિવસ રેકૉર્ડ થવાની સંભાવના છે. ભારત હવામાન વિભાગે એક નિવેદન જારી કરી કહ્યું છે કે દિલ્હીમાં છેલ્લાં ૧૧૯ વર્ષોમાં આ જ ડિસેમ્બર મહિનામાં સૌથી ઠંડો દિવસ રહેવાની સંભાવના છે કેમ કે બપોરે ૨.૩૦ વાગ્યે આજ દિવસમાં વર્ષ ૧૯૦૧ બાદ સૌથી ઠંડો દિવસ રહેવાની સંભાવના છે. રાજધાની વિસ્તારમાં આજે પણ આ જ રીતે ગાઢ ધુમ્મસ જોવા મળી શકે છે.

રાજધાનીમાં શનિવાર, ૨૮ ડિસેમ્બર મોસમનો સૌથી ઠંડો દિવસ તરીકે નોંધાયો, જ્યારે લઘુતમ તાપમાન સવારે ૨.૪ ડિગ્રી સેલ્સિયસે પહોંચી ગયું.

રવિવારે દિલ્હીનાં વિવિધ સ્થાનો પર તાપમાન અલગ-અલગ નોંધાયું. આયાનગરમાં આ ૨.૫ ડિગ્રી, લોધી રોડમાં ૨.૮ ડિગ્રી, પાલમમાં ૩.૨ ડિગ્રી અને સફદરજંગમાં ૩.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું.

આ તરફ હરિયાણાના અનેક વિસ્તારોમાં પણ લઘુતમ તાપમાન શૂન્યથી નીચે જતું રહ્યું જેના કારણે સરકારે મંગળવાર સુધી સ્કૂલો બંધ રાખવાની જાહેરાત કરી છે. જે બાદ ૧થી ૧૫ જાન્યુઆરી સુધી પણ રાજ્યમાં શિયાળાની રજાઓના કારણે સ્કૂલો બંધ રહેશે. હરિયાણામાં દિવસ દરમ્યાન સરેરાશ તાપમાન ૧૦થી ૧૩ ડિગ્રી સેલ્સિયસ રહ્યું.

delhi new delhi national news