બીજેપીને વોટ આપવાનો અર્થ છે પાકિસ્તાન પર ઑટોમૅટિક પરમાણુ બૉમ્બ ફોડવો

15 October, 2019 03:34 PM IST  |  મુંબઈ ડેસ્ક

બીજેપીને વોટ આપવાનો અર્થ છે પાકિસ્તાન પર ઑટોમૅટિક પરમાણુ બૉમ્બ ફોડવો

મુંબઈ : (જી.એન.એસ.) મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીના પ્રચાર માટે ઉત્તર પ્રદેશના ઉપ મુખ્ય પ્રધાન કેશવપ્રસાદ મૌર્ય મુંબઈ પહોંચ્યા હતા. તેમણે થાણેમાં બીજેપીના ઉમેદવાર નરેન્દ્ર મહેતાના સમર્થનમાં જનસભા કરી હતી. એ દરમ્યાન મૌર્યએ બીજેપીને વોટ આપીને પાકિસ્તાન પર ઑટોમૅટિક પરમાણુ બૉમ્બ ફોડવાની વાત કરી હતી.

મૌર્યએ કહ્યું કે ‘જો લોકો કમળના ચિહ્‍નનું બટન દબાવે તો એનો અર્થ તેમણે ઑટોમૅટિક રીતે પાકિસ્તાન પર પરમાણુ બૉમ્બ ફેંક્યો છે. બીજેપીને વોટ આપો અને અમારી પાર્ટીને ફરી મહારાષ્ટ્રમાં જીત અપાવો. દેવીલક્ષ્મી હથેળી, સાઇકલ કે ઘડિયાળ પર ન બેસે, તેઓ કમળ પર રમે છે. કમળ વિકાસનું પ્રતીક છે.’

pakistan national news bharatiya janata party