ઝારખંડમાં ત્રીજા તબક્કાની ૧૭ બેઠકો માટે આજે મતદાન

12 December, 2019 10:36 AM IST  |  RANCHI

ઝારખંડમાં ત્રીજા તબક્કાની ૧૭ બેઠકો માટે આજે મતદાન

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીના બે તબક્કા પૂર્ણ થયા છે. ૧૭ બેઠક માટે ત્રીજા તબક્કાની ચૂંટણી ૧૨, ડિસેમ્બરે છે. તેનો ચૂંટણી પ્રચારનો અંત મંગળવારે સાંજે આવી ગયો હતો. ચૂંટણી પંચના જણાવ્યા પ્રમાણે ૧૭ બેઠક માટે ૩૦૯ ઉમેદવાર ઊભા છે. જેમાં ૩૨ મહિલાઓ છે. કુલ મતદારો ૫૬.૧૮ લાખ છે. ૭૦૧૬ પોલિંગ બુથ છે. રાંચી, હતીયા, ક્ધર્ક, બારકથા અને રામગઢ બેઠકમાં ગુરુવારે ૭ થી ૫ દરમ્યાન મતદાન થશે. બાકીની ૧૨ બેઠક ઉપર ૭ થી ૩ દરમ્યાન મતદાન થશે.

વડા પ્રધાન મોદી, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ તથા સ્મૃતિ ઈરાની, જે. પી. નડ્ડાની પ્રચારસભા થઈ ગઈ છે. કૉન્ગ્રેસ નેતા રાહુલ ગાંધી અને શત્રુઘ્ન સિંહાએ પ્રચાર રૅલી કરી છે. મતદાન સ્થળે ચાંપતો સુરક્ષા બંદોબસ્ત રખાયો છે. અત્યાર સુધીમાં બે તબક્કામાં ૩૩ બેઠક પર ચૂંટણી થઈ ગઈ છે. ત્રીજા તબક્કામાં ગુરુવારે ૧૭ બેઠક પર ચૂંટણી થશે. ચોથા તબક્કાની ચૂંટણી ૧૬ અને પાંચમો તબક્કો ૨૦ ડિસેમ્બરે થશે. મતગણતરી ૨૩ ડિસેમ્બરે થશે.

ranchi jharkhand