મટકા માફિયાના ખરાબ દિવસો: કોલ્હાપુર પોલીસે જયેશ સાવલાને પકડ્યો

08 August, 2019 10:42 AM IST  |  કોલ્હાપુર

મટકા માફિયાના ખરાબ દિવસો: કોલ્હાપુર પોલીસે જયેશ સાવલાને પકડ્યો

પ્રતીકાત્મક તસવીર

કોલ્હાપુર પોલીસે પપ્પુ સાવલાના ભાઈ અને મેન બજાર મટકામાં ભાગીદાર જયેશ સાવલાને કચ્છમાંથી પકડી પાડ્યો હતો. કચ્છથી એને કોલ્હાપુર લાવવામાં આવ્યો હતો.

કોલ્હાપુરમાં એક મટકા બુકીની હરકતનો ભોગ મેન બજાર મટકાની આખી ટોળકી સહિત મુખ્ય સૂત્રધાર પ્રકાશ હીરજી સાવલા ઉર્ફે પપ્પુ સાવલા સહિત તમામને ચૂકવવો પડ્યો હતો.

એક સૂત્રના જણાવ્યા અનુસાર, સાવલા પરિવારે પોતાના બચાવમાં તમામ રાજનીતિક તાકાતો પણ અજમાવી દીધી હતી, પણ એમને બચાવવા માટે કોઈ સામે આવ્યું નથી. કોલ્હાપુર પોલીસ સાવલા પરિવાર પાછળ છે. સાવલા પરિવાર મુખ્ય બજાર પચાવી પાડ્યા બાદ નિરંકુશ અને લાલચી બની ગયો હતો. પપ્પુ સાવલાએ મટકામાં પોતાના પંટરોને પણ છેતરવાનું શરૂ કર્યુ હતું. તમામ ઘટનાક્રમ દરમ્યાન મટકા ચાહકો વચ્ચે મેન બજારની પહોંચ ઘટી નહોતી.
છેલ્લા ઘણા સમયથી મેન બજાર મટકા વિરુદ્ધ અમુક જગ્યાઓએ દરોડા પડ્યા હતા.

કોલ્હાપુર પોલીસ ફોર્સ પર હુમલો કર્યા બાદ બાવન લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. પપ્પુ સાવલાના દીકરા વિરલની ધરપકડ બાદ જયેશની ધરપકડ કોલ્હાપુર પોલીસ માટે મોટી સફળતા માનવામાં આવે છે. ૨૧ જુલાઈ ૨૦૧૯ની રાતે એક જગ્યાએ રેઇડ પાડી પોલીસે જયેશને પકડી પાડ્યો હતો. પહેલાં એને હૉસ્પિટલમાં મેડિકલ ચેકઅપ માટે લઈ જવામાં આવ્યો હતો. આ કારણોસર આરોપી જયેશ દ્વારા પોલીસ વિરુદ્ધ કોઈ પણ પ્રકારના આરોપ મૂકવાનો ચાન્સ રહ્યો નહોતો.

જયેશની ધરપકડની બાતમી ગુજરાત અને મુંબઈમાં ફેલાતા તમામ મોટા બુકીઓએ એને બચાવવાનો પ્રયાસ કર્યો હતો, પણ કોલ્હાપુર પોલીસે પોતાના અભિયાનને અટકાવ્યું નહોતું.

આ પણ વાંચો : બાંદરા ટેલિફોન એક્સચેન્જની આગની ઘટનામાં બે અધિકારીઓને સસ્પેન્ડ કર્યા

જયેશ સાવલાને પોલીસ દ્વારા ૨૨ જુલાઈની સવારે પુણે સ્થિત વિશેષ મહારાષ્ટ્ર કન્ટ્રોલ ઑફ ઑર્ગેનાઇઝ્ડ ક્રાઇમ ઍક્ટ (એમસીઓસીએ) અદાલતમાં હાજર કરવામાં આવ્યો હતો. અદાલતે જયેશને ૨૬ જુલાઈ સુધી પપ્પુ અને હીરજી વિશેની માહિતી મેળવવા રિમાન્ડ મંજૂર કર્યા હતા.

kolhapur national news Crime News