કૅપ્ટન કોહલી દિવસે-દિવસે વધુ ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે : રવિ શાસ્ત્રી

02 January, 2020 01:50 PM IST  |  New Delhi

કૅપ્ટન કોહલી દિવસે-દિવસે વધુ ઇમ્પ્રૂવ થઈ રહ્યો છે : રવિ શાસ્ત્રી

રવિ શાસ્ત્રી

ઇન્ડિયન ટીમના કોચ રવિ શાસ્ત્રીનું કહેવું છે કે કૅપ્ટન વિરાટ કોહલી દિવસે-દિવસે તેનામાં વધુ ઇમ્પ્રૂવમેન્ટ લાવી રહ્યો છે. ક્રિકેટ જગતમાં ટીમ ઇન્ડિયા ખૂબ જ દમદાર ટીમ છે. ગેમની દરેકે દરેક ફૉર્મેટમાં જે પ્રમાણે ટીમ પર્ફોર્મ કરી રહી છે એ જોઈને તેમની વાહવાહી થઈ રહી છે. ૨૦૨૦ માટે ટીમે પોતાની પ્રાયોરિટી નક્કી કરી લીધી છે અને એ પ્રમાણે આગળ વધવાની યોજના પણ બનાવી લીધી છે. ટીમ ઇન્ડિયાને ટેસ્ટ, વન-ડે અને ટી૨૦ એમ ત્રણેય ફૉર્મેટમાં સફળતાપૂર્વક લીડ કરી રહેલા કૅપ્ટન વિરાટ કોહલીની કપ્તાનીથી કોચ રવિ શાસ્ત્રી ઘણો ખુશ છે. કોહલીની પ્રશંસા કરતાં શાસ્ત્રીએ કહ્યું કે ‘મેં અત્યાર સુધી પર્ફેક્ટ કૅપ્ટન નથી જોયો. 

અલગ-અલગ પ્લસ અને માઇનસ પૉઇન્ટ્સ ધરાવતા કૅપ્ટન તમને જોવા મળી રહેશે. તેનામાં કેટલાક પ્લસ પૉઇન્ટ્સ ઘણા પ્રબળ હશે તો કેટલાક માઇન્સ પૉઇન્ટ્સ પણ હશે જેનો ફાયદો હરીફ ટીમ લેતી હશે. તમે વિરાટને જુઓ તો એક કૅપ્ટન તરીકે તે દિવસે-દિવસે સુધરી રહ્યો છે. તેનું પૅશન, તેની એનર્જી અને પિચ પરની તેની ડ્રાઇવ ખરેખર અદ્ભુત છે. મેં મેદાનમાં તેના જેવી એનર્જીવાળો કૅપ્ટન નથી જોયો. એવાં ઘણાં સેક્ટર છે જેમાં તે ઘણું સારું પર્ફોર્મ કરે છે અને વધારે સારું પર્ફોર્મ કરવાનો પ્રાયસ પણ કરે છે. મેં કોઈ એવો કૅપ્ટન નથી જોયો જે એક દિવસમાં બધું શીખી જતો હોય. તમે ગેમમાં સર્જાતી પરિસ્થિતિમાંથી શીખ મેળવીને શીખો છો અને એ જ વધારે મહત્વનું છે.’

ravi shastri cricket news sports news