ગુજરાત પછી ઝારખંડમાં પણ લાગુ થયો સવર્ણ અનામત કાયદો

15 January, 2019 07:35 PM IST  |  રાંચી, ઝારખંડ

ગુજરાત પછી ઝારખંડમાં પણ લાગુ થયો સવર્ણ અનામત કાયદો

ફાઇલ ફોટો

ઝારખંડમાં ગરીબ સવર્ણો તથા અનારક્ષિત વર્ગના આર્થિક રીતે નબળા લોકોને હવે 10 ટકા અનામતનો લાભ મળશે. મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર દ્વારા અનારક્ષિત વર્ગના આર્થિક રીતે નબળા વર્ગ માટે 10 ટકા અનામત આપવી એ ઐતિહાસિક નિર્ણય છે. આ નિર્ણયને ઝારખંડમાં આ નિર્ણય બુધવારથી લાગુ થઈ જશે.

આ નિર્ણય લાગુ થતાં જ રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓ તેમજ સરકારી નોકરીઓમાં અનારક્ષિત વર્ગને 10 ટકા અનામતનો લાભ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારની નોકરીઓ, શૈક્ષણિક સંસ્થાઓમાં બહાલી અને નોમિનેશનની પ્રક્રિયાનો પ્રારંભ 15 જાન્યુઆરી પછી થશે, તે તમામ મામલાઓમાં અનારક્ષિત વર્ગના આર્થિક રીતે પછાત વર્ગને 10 ટકા અનામતનો લાભ મળશે. સામાન્ય વર્ગને મળનાર આ 10 ટકા અનામત SC/ST વર્ગને મળનારા 50 ટકા અનામત ઉપરાંત હશે. 

આ પણ વાંચો: ગુજરાતમાં સવર્ણ અનામત આવતીકાલથી અમલી, બિલનો અમલ કરવામાં ગુજરાત સૌપ્રથમ

ગુજરાત પછી બીજું રાજ્ય

રાષ્ટ્રપતિ દ્વારા સામાન્ય વર્ગને આર્થિક આધાર પર દસ ટકા અનામત આપવાના કાયદાનું સૌપ્રથમ અમલ ગુજરાતે કર્યો. ગુજરાત સરકારે આ કાયદો લાગુ કરી દીધો છે. ગુજરાત પછી હવે ઝારખંડ તેને લાગુ કરનાર બીજું રાજ્ય બની ગયું છે.

ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે કહ્યું કે, 'ઝારખંડમાં શિક્ષણ સંસ્થાઓ તેમજ સરકારી નોકરીઓમાં અનારક્ષિત વર્ગના આર્થિક રીતે નબળા લોકોને 10 ટકા અનામતનો લાભ મળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આ ઐતિહાસિક નિર્ણય છે.'

jharkhand