ઉન્નાવ રેપકેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગરનાં 17 ઠેકાણાં પર સીબીઆઇના દરોડા

05 August, 2019 08:59 AM IST  |  નવી દિલ્હી

ઉન્નાવ રેપકેસમાં ધારાસભ્ય કુલદીપ સેંગરનાં 17 ઠેકાણાં પર સીબીઆઇના દરોડા

કુલદીપ સેંગર

કેન્દ્રીય તપાસ એજન્સી દ્વારા રવિવારે ઉન્નાવ રેપ પીડિતાના પરિવારના અકસ્માત કેસમાં અનેક ઠેકાણે દરોડા પાડવામાં આવ્યા છે. હાલમાં દરોડાની કામગીરી ચાલુ છે. સૂત્રોના જણાવ્યા મુજબ ૧૭ જેટલાં સ્થળોએ સીબીઆઇએ દરોડા હાથ ધર્યા છે.

૩૦ જુલાઈના રોજ ઉન્નાવ રેપ પીડિતા, તેના પરિવારના સભ્યો અને વકીલ જે ગાડીમાં સવાર હતા એનો ટ્રક સાથે ગંભીર અક્સમાત થયો હતો. રેપ પીડિતાના પરિવારજનોએ આ અકસ્માત જાનથી મારી નાખવાનું ષડયંત્ર હોવાનો આક્ષેપ કર્યો હતો. બીજેપીમાંથી હાંકી કઢાયેલા ધારાસભ્ય કુલદીપ સેંગર જે રેપકેસનો મુખ્ય આરોપી છે તેના દ્વારા પીડિતાના પરિવારને મોતની ધમકીઓ અપાઈ હોવાનો પણ આક્ષેપ કરાયો હતો.

આ પણ વાંચો : કાશ્મીરની સ્થિતિ અંગે અમિત શાહ-અજીત ડોભાલે કરી ચર્ચા, હવે આગળ શું ?

આ અકસ્માતમાં પીડિતાના બે પરિવારજનોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે વકીલ અને પીડિતા ગંભીર રીતે ઘવાયા હતા. આ કેસમાં કુલદીપ સેંગરની સીબીઆઇએ ધરપકડ કરી હતી. સુપ્રીમ કોર્ટે ઉન્નાવ રેપ સંલગ્ન તમામ કેસો દિલ્હી ટ્રાન્સફરર કરવા પણ આદેશ આપ્યો હતો. સીબીઆઇ હાલમાં અકસ્માતની તપાસ કરી રહી છે અને એના સંદર્ભે રવિવારે અનેક સ્થળો પર દરોડા પાડવામાં આવ્યા હતા.

national news crime branch Crime News