Unlock 5.0: સિનેમા હૉલ, ટૂરિઝ્મ.. જાણો 1 ઑક્ટોબરથી મળશે શેની છૂટ

28 September, 2020 06:16 PM IST  |  Mumbai | Gujarati Mid-Day Online Correspondent

Unlock 5.0: સિનેમા હૉલ, ટૂરિઝ્મ.. જાણો 1 ઑક્ટોબરથી મળશે શેની છૂટ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાં અનલૉક (Unlock 4) 4ની સમયસીમા પૂરી થવા આવી છે. 1 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર 2020 સુધી અનલૉક- હેઠળ કેટલીક વસ્તુઓની છૂટ આપવામાં આવી હતી. કેન્દ્ર સરકારે મેટ્રો સેવા શરૂ કરવા, ધોરણ 9-12 સુધીના વિદ્યાર્થીઓને સ્કૂલને આંશિક ધોરણે શરૂ કરવાની પરવાનગી આપી દીધી હતી. 1 ઑક્ટોબરથી અનલૉક-5 શરૂ થશે. આ માટે ગાઇડલાઇન્સ (Guide lines) તૈયાર કરવાનું કામ છેલ્લા ચરણમાં છે. વડાપ્રધાન (Prime Minister Narendra Modi) નરેન્દ્ર મોદીએ ગયા અઠવાડિયે કોરોનાવાયરસથી સૌથી વધુ પ્રભાવિત સાત રાજ્યો/ કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથે વર્ચ્યુઅલ વાતચીત કરી હતી. મોદી ઇચ્છે છે કે રાજ્ય 'માઇક્રો-કંટેન્મેન્ટ' ઝોન પર કામ કરે. તહેવારની સીઝન પણ શરૂ થવાની છે, એવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર અનલૉક-5 હેઠળ હજી કેટલીક છૂટ આપી શકે છે.

આર્થિક ગતિવિધિઓમાં છૂટ મળવાની શક્યતા
ગૃહ મંત્રાલયે અનલૉક હેઠળ મૉલ, સલૂન, રેસ્ટૉર્નટ અને જિમ શરૂ કરવાની પરવાનગી આપી છે. કંપનીઓના ઑફિસ પણ ખુલી ગયા છે પણ સોશિયલ ડિસ્ટેન્સિંગ અને અન્ય સાવચેતીઓનું પાલન જરૂરી છે. ઑક્ટોબરથી વધુ આર્થિક ગતિવિધિઓને છૂટ આપી શકાય છે. મુખ્યમંત્રીઓ સાથે બેઠકમાં પીએમ મોદીએ પણ ખાસ કહ્યું હતું કે કંટેનમેન્ટ અને લૉકડાઉન એવી રીતે કરવામાં આવે કે કોવિડ-19નો પ્રસાર અટકે. તેમણે એ પણ કહ્યું કે આને કારણે આર્થિક ગતિવિધિઓમાં સમસ્યા ન આવવી જોઇએ.

છ મહિના પછી ખુલી શકે છે સિનેમા હૉલ
25 માર્ચથી જ દેશના બધાં સિનેમાહૉલ બંધ છે. મલ્ટીપ્લેક્સ એસોસિએશને ઘણીવાર અપીલ કરી પણ ગૃહ મંત્રાલયે 21 સપ્ટેમ્બરથી ફક્ત ઓપન થિયેટર શરૂ કરવાની પરવાનગી આપી. ઑગસ્ટમાં સૂચના તેમજ પ્રસારણ મંત્રાલયના સચિવ અમિત ખરેએ ગૃહ મંત્રાલયને થિયેટર્સમાં સીટિંગ પ્લાનનો ફૉર્મ્યુલા મોકલ્યો હતો. આ પ્રમાણે, પહેલી લાઇનમાં એક સીટ છોડીને દર્શકે બેસે તેના પછીની સીટ ખાલી રાખવામાં આવે જેથી સોશિયલ ડિસ્ટેન્સિંગ મેઇન્ટેન થઈ શકે. શનિવારે પશ્ચિમ બંગાળે 1 ઑક્ટોબરથી સિનેમા હૉલ ખોલવાની પરવાનગી આપી દીધી છે. કેન્દ્ર સરકાર સંપૂર્ણ દેશના થિયેટર્સને સાવચેતીઓ સાથે ઓપન કરવાની પરવાનગી આપી શકે છે.

ટૂરિઝ્મ સેક્ટરને આખરે મળી શકે છે રાહત
કોરોના વાયરસને કારણે સૌથી વધારે પ્રભાવિત સેક્ટર્સમાંનું એક ટૂરિઝ્મ છે. તાજેતરમાં જ તાજમહેલ સહિત કેટલાક પર્યટન સ્થળો શરૂ કરી દેવામાં આવ્યા છે. અનલૉક-5 હેઠળ વધુ ટૂરિસ્ટ સેંટર્સ ખુલી શકે છે. હાલ ઇન્સ્ટિટ્યૂશનલ ક્વૉરંટીનના નિયમોને કારણે પર્યટક જતા અચકાઇ રહ્યા છે. ઉત્તરાખંડ સરકારે આની જરૂરિયાત ખતમ કરી દીધી છે. નિર્દેશ પર અન્ય રાજ્ય પણ આમ કરી શકે છે.

નાના બાળકોની સ્કૂલ બંધ રહેવાની શક્યતા
અનલૉક-4માં 21 સપ્ટેમ્બરથી દોરણ 9થી 12 સુધીના સ્કૂલ શરૂ કરવાની છૂટ હતી. જો કે, અમુક રાજ્યોએ જ સ્કૂલ શરૂ કરી છે. પ્રાઇમરી ક્લાસના સ્કૂલ હાલ બંધ રાખવાની શક્યતા છે. યુનિવર્સિટીઝ અને કૉલેજમાં એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હાલ ઑનલાઇન રીતે બધી સ્કૂલ ચાલુ છે.

national news coronavirus covid19