તાજમહેલમાં પત્ની સાથે લગભગ દોઢ કિ.મી પગે ચાલશે ટ્રમ્પ...

24 February, 2020 01:20 PM IST  |  Mumbai Desk

તાજમહેલમાં પત્ની સાથે લગભગ દોઢ કિ.મી પગે ચાલશે ટ્રમ્પ...

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મહેમાનગતિ માટે તાજનગરી પણ આતુર છે. જો કે, અમેરિકન રાષ્ટ્રપતિ ભલે બીસ્ટમાં પ્રવાસ કરતાં હોય પણ તાજમાં તેમને પગે જ ચાલવું પડશે. તે પણ કેટલાક ડગલાં નહીં, પણ લગભગ દોઢ કિ.મી. જેટલું. અહીં ગોલ્ફ કાર્ટ ફોરકાર્ટ સુધી જ આવી શકે છે. તેના પછીનો પ્રવાસ તેમને પગે ચાલીને કરવો પડશે.

વિશ્વની સાતમી અજાયબી અને પ્રેમની નિશાની તાજમહેલના દર્શન માટે અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને પત્ની મેલાનિયાને લગભગ દોઢ કિ.મીનો પ્રવાસ પગે ચાલીને કરવો પડશે. અમેરિકન રાષ્ટ્રપતિ પૂર્વ ગેટથી સ્મારકમાં પ્રવેશ કરશે. ફોરકોર્ટ પર ગોલ્ફ કાર્ટમાંથી ઉતરીને તેમને રૉયલ ગેટ, ગાર્ડન, સેન્ટ્રલ ટેન્ક, મુખ્ય મકબરા સુધી પગે ચાલીને જવું પડશે. બન્ને તરફથી આ અંતર 1350 મીટર છે. જે તેમને પગે ચાલીને જ પાર કરવો પડશે.

અમેરિકન સુરક્ષા એજન્સીઓએ રાષ્ટ્રપિત ટ્રમ્પના પગે ચાલવાના એક એક ડગલાનું હિસાબ રાખ્યું છે. તે તાજમાં 78 સીડીઓ ચડશે અને ઉતરશે, તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. આની સાથે જ 22.78 વર્ગ મીટરનું સેન્ટ્રલ ટેન્ક અને ડાયના સીટ સુદી પહોંચવા માટે 7 સીડીઓ ચડશે.

અમેરિકન રાષ્ટ્રપતિની વિઝિટ પૂરી થયા સુધી બંધ રહેશે સ્મારક
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનને લઈને તાજમહેલ સોમવારે બપોરે 12.30 વાગ્યે સામાન્ય પર્યટકો માટે બંધ થઈ જશે. ટ્રમ્પની વિઝિટ પૂરી થયા સુધી આ બંધ રહેશે. તેના પછી આ મંગળવારે સવારે ખુલી શકશે. આ પહેલા સવારે 11.30 વાગ્યા સુધી પૂર્વ અને પશ્ચિમી ગેટ સ્થિત ટિકિટ બારી બંધ થઈ જશે. ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારે સાંજે 4.45 વાગ્યે અમદાવાદથી આગ્રા આવશે. તે તાજનગરીમાં સાંજે 6.45 સુધી રહેશે. ટ્રમ્પ સાંજે 5.10થી સાંજે 6.10 સુધીનો એક કલાક તાજમહેલમાં પસાર કરશે. તેમની સુરક્ષા વ્યવસ્થાને જોતાં તાજમહેલમાં અન્ય પર્યટકોનો પ્રવેશ સોમવારે બપોરથી જ બંધ કરી દેવામાં આવશે.

taj mahal donald trump narendra modi national news