મસૂદ પર બેન માટે US,ફ્રાન્સ અને બ્રિટને સુરક્ષા પરિષદમાં આપ્યો પ્રસ્તાવ

28 February, 2019 05:05 PM IST  | 

મસૂદ પર બેન માટે US,ફ્રાન્સ અને બ્રિટને સુરક્ષા પરિષદમાં આપ્યો પ્રસ્તાવ

મસૂદ અઝહર (ફાઇલ ફોટો)

પુલવામા હુમલાની જવાબદારી લેનાર આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર પ્રતિબંધ લગાવવા માટે સંયુક્ત રાષ્ટ્ર (યુએન)ની સુરક્ષા પરિષદમાં પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. બુધવારે અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટને આ પ્રસ્તાવ રજૂ કર્યો. જોકે, ચીને પ્રસ્તાવ પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. આ પ્રસ્તાવમાં પુલવામા આતંકી હુમલાનો પણ ઉલ્લેખ છે.

ફ્રાન્સ, અમેરિકા અને બ્રિટને પોતાના પ્રસ્તાવમાં મસૂદની વૈશ્વિક યાત્રાઓ પર પ્રતિબંધ લગાવવા અને તેની તમામ સંપત્તિને ફ્રીઝ કરવાની માંગ પણ રાખી છે. 14 ફેબ્રુઆરીના રોજ કાશ્મમીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં ભારતીય સુરક્ષાદળોના 40 જવાન શહીદ થઈ ગયા હતા. જૈશે આ હુમલાની જવાબદારી લીધી હતી.

આ પણ વાંચો: કંઇપણ એવું ન થાય જેનાથી દુશ્મનને આંગળી ઉઠાવવાનો મોકો મળે: મોદી

મસૂદ પર પ્રતિબંધ લગાવવા માટે છેલ્લા 10 વર્ષોમાં ચોથીવાર પ્રસ્તાવ લાવવામાં આવ્યો છે. 2009માં ભારતે પ્રસ્તાવ રાખ્યો હતો. 2016માં ભારત, અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટનના સમર્થનની બીજીવાર પ્રસ્તાવ લાવ્યા. ત્રીજીવાર 2017માં પણ એવો જ પ્રસ્તાવ લાવવામાં આવ્યો. ચીને દર વખતે તેને ટેક્નીકલ રીતે ખોટી બતાવીને રોકી લીધો.

united states of america france great britain