યોગીએ કર્યું એક્વાલાઈનનું ઉદ્ઘાટન, પ્રિયંકા ગાંધી પર કર્યો કટાક્ષ

25 January, 2019 06:23 PM IST  |  નોઈડા

યોગીએ કર્યું એક્વાલાઈનનું ઉદ્ઘાટન, પ્રિયંકા ગાંધી પર કર્યો કટાક્ષ

પ્રિયંકા ગાંધી-યોગી આદિત્યનાથ (ફાઇલ)

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શુક્રવારે નોઈડા મેટ્રો રેલ કોર્પોરેશનની એક્વા લાઈન મેટ્રોનું ઉદ્ઘાટન કર્યા બાદ મીડિયા સાથે વાતચીત કરી, જેમાં તેમણે કોંગ્રેસ પર જબરદસ્ત કટાક્ષ કર્યો. યોગીએ કહ્યું કે પ્રિયંકા ગાંધીને લાવીને કોંગ્રેસે સાબિત કરી દીધું છે કે તે એક પરિવારની પાર્ટી છે. પ્રિયંતા પહેલા પણ કોંગ્રેસમાં હતા. 2014માં પણ તેઓ પ્રચાર કરી રહ્યા હતા. પરિણામ ત્યારે પણ શૂન્ય હતું. હજુ પણ શૂન્ય જ રહેવાનું છે. 

મુલાયમ, અખિલેશ અને માયાવતીને નોઈડાના મિથકના બહાને ઘેર્યા

ઉદ્ઘાટન પહેલા પોતાના સંબોધનમાં યોગીએ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રીઓ મુલાયમસિંહ યાદવ, માયાવતી અને ખાસ કરીને અખિલેશ યાદવને પણ ઘેર્યા. તેમણે કહ્યું કે પહેલા વર્તમાન સીએમ ખુરશી ગુમાવી દેવાના ડરથી નોઈડા નહોતા આવતા. તેમને ખુરશીમાં આસ્થા હતી, ભગવાનમાં નહીં. હું ભવિષ્યમાં પણ નોઇડા આવતો રહીશ. હું રાજ્યમાં કોઈ ભ્રમ રાખવા માંગતો નથી. 

મેરઠ, કાનપુર અને આગ્રામાં પણ ચાલશે મેટ્રો

યોગીએ કહ્યું કે થોડાક દિવસો પછી ગાઝિયાબાદમાં પણ મેટ્રોનું લોકાર્પણ થશે. આ સાથે તેમણે કહ્યું કે આગ્રા, મેરઠ અને કાનપુરમાં મેટ્રો માટે સંશોધિત ડીપીઆર બનાવવામાં આવી રહ્યો છે. કેન્દ્રને વાત કરી દેવામાં આવી છે. મંજૂરી મળતા જ કામ શરૂ કરી દેવામાં આવશે. યોગીએ કહ્યું કે મેટ્રો અટલ બિહારી વાજપેયીજી લઇને આવ્યા અને પછી નરેન્દ્ર મોદીજીએ તેનો વિસ્તાર કર્યો. મેટ્રો આપણા બધાને 50 વર્ષ આગળ સુધી વિકાસ કરાવશે. 

એક્વાલાઈન મેટ્રોના ઉદ્ઘાટન માટે નોઇડા પહોંચ્યા યોગી આદિત્યનાથ


26 જાન્યુઆરીથી મુસાફરો લઈ શકશે મેટ્રોની મજા

આ પહેલા નક્કી કાર્યક્રમ હેઠળ સીએમ યોગી શુક્રવારે સવારે 11 વાગ્યા આસપાસ નોઈડાના સેક્ટર-85માં બનેલા હેલીપેડ પર પહોંચ્યા. મુખ્યમંત્રીની સાથે નાયબ મુખ્યમંત્રી દિનેશ શર્માસ રાજ્યમંત્રી સુરેશ રાણા અને કેબિનેટ મંત્રી સતીશ મહાના પણ હાજર હતા. અહીંયા કેન્દ્રીય મંત્રી મહેશ શર્મા, ધારાસભ્ય પંકજ સિંહ, ધીરેન્દ્ર ઠાકુર અને તેજપાલ નાગરની સાથે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું.

ઉલ્લેખનીય છે કે ઉદ્ઘાટન પછી 26 જાન્યુઆરીના રોજ ગણતંત્ર દિવસે યાત્રીઓ એક્વા લાઈનમાં મુસાફરીનો આનંદ લઈ શકશે. આ મેટ્રો રૂટના શરૂ થવાની સાથે નોઈડાથી ગ્રેટર નોઈડાની વચ્ચેનું અંતર ઘટી જશે. આ ઉપરાંત નોઈડા ઓથોરાઈઝેશનની 1449.61 કરોડ રૂપિયાની પરિયોજનાઓનું લોકાર્પણ-શિલાન્યાસ પણ કરવામાં આવશે.

આ પણ વાંચો: સવર્ણોને 10% અનામત પર હાલ રોક નહીં, SCએ કેન્દ્રને આપી નોટિસ

મેટ્રો સંચાલન પછી આ એનસીઆરનો સૌથી લાંબો ટ્રેક બની જશે. 29.707 કિલોમીટર લાંબા રૂટ પર કુલ 21 મેટ્રો સ્ટેશન છે. 17 મેટ્રો સ્ટેશનો પર પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. શરૂઆતનું એક વર્ષ તેનું સંચાલન ડીએમઆરસી દ્વારા કરવામાં આવશે.

national news yogi adityanath noida