મનોહર પર્રિકરના નિધન પર PM મોદી, રાહુલ ગાંધી સહિત લોકોએ જાહેર કર્યો શોક

17 March, 2019 09:50 PM IST  |  ગોવા

મનોહર પર્રિકરના નિધન પર PM મોદી, રાહુલ ગાંધી સહિત લોકોએ જાહેર કર્યો શોક

લાંબી બિમારી બાદ ગોવાના મુખ્ય પ્રધાને તેમના નિવાસ સ્થાને આજે છેલ્લા શ્વાસ લીધા હતા. મનોહર પર્રિકર 63 વર્ષે નિધન પામ્યા છે. તે લાંબા સમયથી બીમાર હતા. ફેબ્રુઆરી 2018માં  મનોહર પર્રિકરને કેંસર હોવાનું સામે આવ્યું હતું ત્યારબાદ સતત તેમનો ઈલાજ ચાલી રહ્યો હતો. મનોહર પર્રિકરના નિધનના કારણે દેશભરમાં દુ:ખની લાગણી ફેલાઈ ગઈ છે. રાજકિય નેતાઓ અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સહિત અન્ય નેતાઓએ ટ્વિટ કરી દુ:ખ વ્યક્ત કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરતા લખ્યું હતું કે, શ્રી મનોહર પર્રિકર મોડર્ન ગોવાના પ્રણેતા હતા. મોર્ડન ગોવાને ઉભુ કરવામાં તેમનું યોગદાન અભુતપૂર્વ હતું. ગોવાનો વિકાસ તમને હંમેશા યાદ રાખશે.


કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મનોહર પર્રિકરને ગોવાના પુત્ર કહ્યા હતા તેમણે લખ્યું હતું કે,ગોવાના મુખ્ય પ્રધાન શ્રી મનોહર પર્રિકરના સમાચારથી હું ખૂબ જ દુ: ખી છું. તે પાર્ટીમા સૌથી માનનીય હતી અને ગોવાના પ્રિય પુત્રમાંથી એક હતા.


ભાજપ અધ્યક્ષ અમિત શાહે ટ્વિટ કરી શોક દર્શાવ્યો હતો અને લખ્યુ હતું કે, હું લાખો બીજેપી કાર્યકરો, ગોવાના લોકો અને તેમના પરિવારના લોકો સાથે મારી સહાનુભૂતિ વ્યક્ત કરું છું. ભગવાન આ દુ: ખ સહન કરવા માટે પરિવારને શક્તિ આપે. ઓમ શાંતિ શાંતિ શાંતિ.

ગુજરાતના મુખ્ય પ્રધાન વિજય રુપાણી શ્રધ્ધાજંલી આપતા લખ્યુ હતું કે, મનોહર પર્રિકરનું જીવન પ્રમાણિકતા, સરળતા અને નૈતિક ધોરણોનું સ્વરુપ હતા.

ફિલ્મી સ્ટાર અનુપમ ખેરે પણ મનોહર પર્રિકરના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.

ભારતીય ટીમના ભૂતપુર્વ બેટ્સમેન વીવીએસ લક્ષ્મણે પણ મનોહર પર્રિકરના નિધન પર દુ:ખ જાહેર કર્યું હતું.

manohar parrikar