દિલ્હી: ટીકટોકે લોન્ચ કર્યું #SafeHumSafeInternet કેમ્પેઇન

06 February, 2019 05:24 PM IST  |  નવી દિલ્હી

દિલ્હી: ટીકટોકે લોન્ચ કર્યું #SafeHumSafeInternet કેમ્પેઇન

ફાઇલ ફોટો

આ વર્ષે 'સેફ ઇન્ટરનેટ ડે'ના સપોર્ટમાં વિશ્વના લીડિંગ વીડિયો ઇન્ટરનેટ પ્લેટફોર્મ ટીકટોકે #SafeHumSafeInternet (સેફ હમ, સેફ ઇન્ટરનેટ) કેમ્પેઇન લોન્ચ કર્યું છે. આ ખાસ ભારત માટેનું કેમ્પેઇન છે જે ટીકટોકની વૈશ્વિક #BetterMeBetterInternet પહેલનો એક ભાગ છે.

ઓનલાઇન સુરક્ષાને પ્રમોટ કરવા માટે સાયબર પીસ ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપ

#SafeHumSafeInternet કેમ્પેઇન માટે ટીકટોકે સાયબર પીસ ફાઉન્ડેશન સાથે પાર્ટનરશિપ કરી છે. આ ફાઉન્ડેશન એક એવોર્ડ વિનિંગ NGO છે અને સાયબર સિક્યોરિટી અને પોલિસી એક્સપર્ટ્સ માટે ગ્લોબલ થિંક ટેંક છે, જે ઓનલાઈન સુરક્ષાને પ્રમોટ કરે છે. સંયુક્ત રીતે બંને આજે નવી દિલ્હીમાં એક ઇવેન્ટ કરી રહ્યા છે, જેમાં તેઓ ઓનલાઇન સુરક્ષા, સેફ્ટી પ્રેક્ટિસ વિશે ઇન્ટરનેટ યુઝર્સને જાગૃત કરવા વગેરે બાબતે ચર્ચા કરશે. આ સાથે જ ઓનલાઇન સુરક્ષાને પ્રમોટ કરવા માટે શું પ્રયત્નો કરવા જોઈએ તે વિશે પણ વાત કરશે.

આ ઇવેન્ટમાં ઓનલાઇન સુરક્ષા વિશે પોતાના વિચારો શેર કરવા માટે વિવિઝ એક્સપર્ટ્સ આવ્યા હતા. આ એક્સપર્ટ્સમાં નીચેના પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે:

- ડૉ. એન્જલ રત્નાબાઈ, આસિસ્ટન્ટ પ્રોફેસર, સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ એજ્યુકેશનલ ટેક્નોલોજી (CIET), નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેઇનિંગ
- ડૉ. અમિતા દેવ, પ્રો વાઇસ ચાન્સેલર, ઇંદિરા ગાંધી દિલ્હી ટેક્નીકલ યુનિવર્સિટી ફોર વીમેન
- ડૉ. નેહા બાજપાઈ, પ્રોજેક્ટ મેનેજર ઇન્ફોર્મેશન સિક્યોરિટી એજ્યુકેશન એન્ડ અવેરનેસ (ISEA), CDAC
- ડૉ. મનોજકુમાર શર્મા, પ્રોફેસર ઑફ ક્લિનિકલ સાયકોલોજી SHUT ક્લિનિક (સર્વિસ ફોર હેલ્ધી યુઝ ઑફ ટેક્નોલોજી), નીમહંસ, બેંગલોર
- સિદ્ધાર્થ જૈન, ACP, સાયબર સેલ, ક્રાઇમ બ્રાન્ચ, દિલ્હી પોલીસ
- સંધ્યા શર્મા, ડાયરેક્ટર, પબ્લિક પોલિસી (ઇન્ડિયા), ટીકટોક
- શિવાની કપિલા, પોપ્યુલર ટીકટોક ક્રિયેટર

delhi