બીજેપી-જેડીયુ વચ્ચે કોઈ મતભેદ નથી, બધું ઠીક છે: નીતીશ કુમાર

01 January, 2020 03:31 PM IST  |  Patna

બીજેપી-જેડીયુ વચ્ચે કોઈ મતભેદ નથી, બધું ઠીક છે: નીતીશ કુમાર

નિતીશ કુમાર

(જી.એન.એસ.) બિહારમાં આવતા વર્ષે યોજાનાર વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી અને જનતા દળ યુનિયન વચ્ચે ગઠબંધનને લઈને હલચલ તેજ જોવા મળી રહી છે. જેડીયુ નેતા અને રણનીતિકાર પ્રશાંત કિશોર સતત નિવેદન આપી રહ્યાં છે જેનો પ્રત્યુત્તર બીજેપી પણ આપી રહ્યું છે. આ વચ્ચે હવે જેડીયુ પ્રમુખ અને બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે આ અંગે પ્રતિક્રિયા આપી છે અને ગઠબંધનમાં બધું ઠીક છે.

બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારને સતત બન્ને પાર્ટીઓ તરફથી આપવામાં આવી રહેલા નિવેદન પર સવાલ પૂછવામાં આવતા જવાબમાં માત્ર કહ્યું કે ‘બધું ઠીક છે’. ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા દિવસો પહેલાં પ્રશાંત કિશોરે નિવેદન આપ્યું હતું કે બિહારમાં જેડીયુએ વિધાનસભા ચૂંટણીમાં વધારે બેઠક પર ચૂંટણી લડવી જોઈએ. જોકે આ નિવેદન પર બીજેપી તરફથી પ્રતિક્રિયા આવી હતી.

nitish kumar national news