આર્મી ચીફની લલકાર

12 January, 2020 02:51 PM IST  |  Mumbai Desk

આર્મી ચીફની લલકાર

આદેશ મળતાં જ પાકિસ્તાન પાસેથી અમારું કાશ્મીર પાછું લેવા સેના તૈયાર,સેનાની ત્રણેય પાંખ વચ્ચે તાલમેલ જરૂરી, તાલીમ પર ભાર મૂક્યો

૩૧ ડિસેમ્બરે ભારતના ૨૮મા સેનાપ્રમુખ તરીકે કાર્યભાર સંભાળનાર લેફ્ટેનન્ટ જનરલ મનોજ મુકુંદ નરવણે દ્વારા તેમની પ્રથમ પત્રકાર પરિષદ યોજાઈ હતી. જેમાં તેમણે શબ્દો ચોર્યા વગર સ્પષ્ટ શબ્દોમાં એવી કટિબદ્ધતા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનના કબજામાં રહેલું કાશ્મીર-પીઓકે ભારતનો જ એક હિસ્સો છે અને દેશની સંસદ તેને હસ્તગત કરવાનો સંકલ્પ પસાર કરી સેનાને આદેશ મળશે તો ભારતનું એ અડધું કાશ્મીર પરત મેળવવા માટે ભારતીય સેના ત્વરિત કાર્યવાહી હાથ ધરશે. ભારતની સેના દેશના સીમાડાઓનું રક્ષણ કરવા માટે હરહંમેશ તૈયાર છે.
સેનાના સંચાલન મુદ્દે સેનાપ્રમુખે કહ્યું હતું કે જ્યાં સુધી ભારતીય સેનાનો સંબંધ છે તો અમારા માટે ટૂંકા ગાળાના જોખમ તરીકે આતંકવાદી સામે અભિયાન ચલાવવાનું છે અને લાંબા સમયનું જોખમ પારંપરીક યુદ્ધ છે. અમે આ બન્ને માટે સુસજ્જ છીએ. પાકિસ્તાન અને ચીન સરહદ પર સુરક્ષા દળને ફરીથી સંતુલિત કરવાની જરૂર છે. અમારે અમારી ઉત્તર અને પશ્ચિમી બન્ને સરહદ પર સમાન ધ્યાન આપવાની જરૂર છે.
જનરલ મનોજ મુકુંદ નરવણેએ સેનાપ્રમુખ બન્યા બાદ શનિવારે પ્રથમ વાર મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે આ એક સંસદીય સંકલ્પ છે કે પાકિસ્તાનના કબજામાં રહેલું કાશ્મીર ભારતનો હિસ્સો છે. જો સંસદ સંકલ્પ પસાર કરશે કે પીઓકે ભારતનો ભાગ હોવો જોઈએ અને આ અંગે જો અમને યોગ્ય આદેશ મળશે તો અમે તેને મેળવવા માટે યોગ્ય કાર્યવાહી કરશું

national news