'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર':અનુપમ ખેરની રાહુલ ગાંધીને સલાહ

28 December, 2018 03:02 PM IST  | 

'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર':અનુપમ ખેરની રાહુલ ગાંધીને સલાહ

ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'ને લઈને રાજકારણ શરૂ થઈ ગયું છે

પૂર્વ વડાપ્રધાન મનમોહનસિંહના જીવન પર આધારિત ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર ફિલ્મનું ટ્રેલર રિલીઝ થવાની સાથે જ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ભાજપે પોતાના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ફિલ્મનું ટ્રેલર શૅર કરીને કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે, તો સામે કોંગ્રેસે પણ મોરચો માંડી દીધો છે. કૉંગ્રેસના નેતા પી. એલ. પુનિયાએ ફિલ્મને જનતાનું ધ્યાન ભટકાવવાની યુક્તિ ગણાવી છે.

બીજી તરફ મહારાષ્ટ્રમાં યુથ કોંગ્રેસ ફિલ્મનો વિરોધ કરી રહી છે. 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'માં મનમોહન સિંહનું પાત્ર અનુપમ ખેર ભજવી રહ્યા છે. અનુપમ ખેરનું કહેવું છે કે ફિલ્મનો વિરોધ કરવાનો અર્થ નથી. એમણે કહ્યું કે જુઓ, 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નો જેટલો વિરોધ થશે, તેટલી જ પબ્લિસિટી મળશે. ફિલ્મની સ્ટોરી જે પુસ્તક પર આધારિત છે, તે 2014માં આવી હતી. ત્યારે કેમ વિરોધ કરવામાં નહીં આવ્યો. એમણે કહ્યું કે હાલમાં જ રાહુલ ગાંધીજીનું ટ્વિટ વાંચ્યુ, જેમાં તેઓ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર બોલ્યા હતાં. એટલે મને લાગે છે કે રાહુલ ગાંધીને હવે ફિલ્મનો વિરોધ કરી રહેલા લોકોને કહેવું જોઈએ કારણકે તેઓ ખોટું કરી રહ્યાં છે.

માહિતી અને પ્રસારણ રાજ્યપ્રધાન રાજ્યવર્ધન સિંહ રાઠોડે 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર ભાજપના ટ્વિટર હેન્ડલથી પોસ્ટ કરનારા સવાલ પર કહ્યું 'શું તમે કોઈ ફિલ્મને અભિનંદન નથી આપી શકતા તમારી ઈચ્છા વ્યક્ત નથી કરી શકતા? કૉંગ્રેસની સ્વતંત્રતાની પક્ષકાર રહી છે, તો હવે તેમના સ્વતંત્રતા પર સવાલ કેમ?

કૉંગ્રેસ સાંસદ પીએલ પૂનિયાએ ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'ના ટ્રેલરને ભાજપના ટ્વિટર હેન્ડલથી ટ્વિટ કરનારા સવાલ પર કહ્યું, આ ભારતીય જનતા પાર્ટીની રમત છે. ભાજપ જાણે છે કે તેમના કાર્યકાળના પાંચ વર્ષ પૂરા થવાના છે અને તેમની પાસે જાહેરમાં બતાવવા માટે કશું જ નથી, એટલે ધ્યાન ભટકાવવા માટે આવી આઈડિયા અપનાવી રહ્યાં છે. પરંતુ કંઈક હલ થઈ રહ્યું નથી. 

ભાજપે 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર ટ્વિટ કરીને લખ્યું, આ ફિલ્મની વાર્તા બતાવે છે કે કેવી રીતે એક પરિવારે દસ વર્ષ સુધી દેશને બંધક બનાવીને રાખ્યો હતો. શું ડૉક્ટર મનમોહન સિંહ એટલે વડાપ્રધાનની ખુરશી પર બેઠા હતા, જ્યાં સુધી તેમનો રાજકીય ઉત્તરાધિકાર તૈયાર ન થઈ જાય? જુઓ ઈનસાઈડર્સ અકાઉન્ટ પર આધારિત 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'નું ટ્રેલર, જે 11 જાન્યુઆરીએ રિલીઝ થશે. 

ત્યાં, કૉંગ્રેસ સ્થાપના દિવસના અવસર પર પાર્ટી મુખ્યાલય પર કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહે કેક કાપ્યો. અહીંયા જ્યારે મનમોહન સિંહથી 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર'ના ટ્રેલર પર ટિપ્પણી માંગવામાં આવી, ત્યારે તેઓએ કંઈપણ કહેવાનો ઇનકાર કર્યો. એક વાર ફરી મૌન રહીને એમણે ઘણું કહી દીધું. 2019 લોકસભા ચૂંટણી પહેલા 'ધ એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર' રિલીઝ થઈ રહી છે. એવામાં ફિલ્મની ટાઈમિંગને લઈને પણ સવાલ ઉભા થઈ રહ્યાં છે.

anupam kher rahul gandhi manmohan singh national news