તેલંગણા પોસ્ટર વિવાદ: રાહુલ ગાંધીએ દેશની મહિલાઓની માફી માગવી જોઈએ

25 January, 2019 08:18 AM IST  | 

તેલંગણા પોસ્ટર વિવાદ: રાહુલ ગાંધીએ દેશની મહિલાઓની માફી માગવી જોઈએ

આ પોસ્ટર મહિલાઓ માટે અપમાનજનક

મહાભારતનાં પાત્રોના આધારે બનાવાયેલા આ પોસ્ટરમાં તેલંગણમાં દ્રૌપદીને લોકશાહીરૂપે અને ચૂંટણીપંચને ધૃતરાષ્ટ્રરૂપે દર્શાવવામાં આવ્યાં છે. તેલંગણમાં લોકશાહીનું વસ્ત્રહરણ કરવામાં આવતું હોવાનો અને એમાં ચૂંટણીપંચ મૂંગા સાક્ષી સમાન હોવાનું પોસ્ટર દ્વારા જણાવવામાં આવ્યું છે. પોસ્ટરમાં દુ:શાસનના રૂપમાં ચૂંટણીપંચના એજન્ટ છે. તેલંગણ પ્રદેશ કૉંગ્રેસે ચૂંટણીપંચના એજન્ટ દ્વારા લોકશાહીના શોષણનો આરોપ મૂકવામાં આવ્યો છે.

આ પણ વાંચો : પ્રિયંકા ગાંધી પર બિહારનાં પ્રધાનનું નિવેદન: સુંદર ચહેરાથી વોટ નથી મળતા

આ વિશે BJPએ જણાવ્યું હતું કે ‘આ પોસ્ટર મહિલાઓ માટે અપમાનજનક છે. એ માટે કૉંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ દેશની મહિલાઓની માફી માગવી જોઈએ.’

congress telangana bharatiya janata party