રાજીવ ગાંધી હત્યાકાંડ:આરોપીઓને છોડી મૂકવાનો વિરોધ કરતી અરજી SCએ ફગાવી

10 May, 2019 08:12 AM IST  |  નવી દિલ્હી

રાજીવ ગાંધી હત્યાકાંડ:આરોપીઓને છોડી મૂકવાનો વિરોધ કરતી અરજી SCએ ફગાવી

File Photo

સુપ્રીમ ર્કોટે પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધી હત્યાકાંડના સાત આરોપીઓને છોડી મૂકવાની તામિલનાડુ સરકારના ૨૦૧૪ના નર્ણિયને વિરોધ કરતી અરજીને ગુરુવારે ફગાવી દીધી છે. ૧૯૯૧માં પૂવર્‍ વડા પ્રધાનની સાથે માર્યા ગયેલા લોકોના પરિવારજનોએ અરજી દાખલ કરી તામિલનાડુ સરકારના આ નર્ણિયનો વિરોધ કર્યો હતો.

ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી બેન્ચે કહ્યું, આ મામલે બંધારણીય બેન્ચે નિર્ણયમાં તમામ પાસાંઓઓ પર વિચાર કર્યો હતો એટલે આ મામલે હવે ખાસ કંઈ વધ્યું નથી.

તત્કાલીન મુખ્ય પ્રધાન જે. જયલલિતા સરકારે ૨૦૧૪માં આ મામલે સાત આરોપીઓને છોડી મૂકવાનો નિર્ણય કર્યો હતો. પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની તામિલનાડુના શ્રીપેરુમ્બદુરમાં ૨૧ મે ૧૯૯૧ના હત્યા કરવામાં આવી હતી.

આ મામલો હવે રાજ્યપાલની પાસે પેન્ડિંગ છે. હવે રાજ્યપાલ આ વાત પર અંતિમ નિર્ણય લેશે કે ૭ આરોપીઓને છોડી મૂકવા કે નહીં. આ અરજી એસ. અબ્બાસ નામની વ્યક્તિએ કરી હતી. એસ. અબ્બાસની માતાનું રાજીવ ગાંધીની હત્યા સમયે થયેલા બ્લાસ્ટમાં મોત નીપજ્યું હતું. બ્લાસ્ટ સમયે એસ. અબ્બાસ આઠ વર્ષના હતા.

આ પણ વાંચોઃ  રોહતકમાં નવજોત સિંહ સિદ્ધુ પર ફેંકાયું ચંપલ, મહિલાની ધરપકડ

૨૦૧૪માં રાજ્ય સરકારે કહ્યું હતું કે આરોપીઓ પહેલાં જ ૨૫ વર્ષથી વધારે સજા કાપી ચૂક્યા છે. અરજદારની દલીલ હતી કે તેમને આજીવન કેદની સજા મળી છે તો અંતિમ શ્વાસ સુધી જેલમાં જ રહેવું જોઈએ.

national news rajiv gandhi supreme court