SC/ST કાયદા પર રોક માટે સુપ્રીમનો ઇન્કાર, આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ

30 January, 2019 11:59 AM IST  |  નવી દિલ્હી

SC/ST કાયદા પર રોક માટે સુપ્રીમનો ઇન્કાર, આગામી સુનાવણી 19 ફેબ્રુઆરીએ

ફાઇલ ફોટો

સુપ્રીમ કોર્ટે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચારોની અટકાયત) સુધારા અધિનિયમ, 2018 પર રોક લગાવવાનો ઇન્કાર કરી દીધો છે. આ કાયદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપવામાં આવ્યો છે. આ મામલાની આગામી સુનાવણી હવે 19 ફેબ્રુઆરીએ થશે.

આ પહેલા સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના માર્ચના ચુકાદાને બિનઅસરકારક બનાવવા માટે અને અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચારોની અટકાયત) કાયદાની પહેલાની સ્થિતિને બહાલ કરવા માટે તેમાં કરવામાં આવેલા સુધારાને પડકારતી અરજી પર કેન્દ્ર સરકારને નોટિસ જાહેર કરી હતી.

ઉલ્લેખનીય છે કે અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચારોની અટકાયત) કાયદામાં સંસદના ચોમાસુ સત્રમાં સુધારા કરીને તેની પહેલાની સ્થિતિ બહાલ કરવામાં આવી છે.

આ પણ વાંચો: અન્ના હજારે આજથી ઉપવાસ પર, લોકપાલને લઈને સરકાર પર સાધ્યું નિશાન

સંસદે આ કાયદા હેઠળ ધરપકડ વિરુદ્ધ સિલેક્ટેડ સુરક્ષા ઉપાય કરવા સંબંધી હાઇકોર્ટના ચુકાદાને બિનઅસરકારક બનાવવા માટે 9 ઓગસ્ટના રોજ બિલને મંજૂરી આપી હતી. અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ (અત્યાચારોની અટકાયત) સુધારા બિલ લોકસભામાં 6 ઓગસ્ટના રોજ પસાર થયું હતું.

supreme court