શેલ્ટર હોમ કેસ: CBI અધિકારીઓને ઠપકો, તમે આદેશ તોડ્યો, ભગવાન જ બચાવે- SC

07 February, 2019 07:55 PM IST  |  નવી દિલ્હી

શેલ્ટર હોમ કેસ: CBI અધિકારીઓને ઠપકો, તમે આદેશ તોડ્યો, ભગવાન જ બચાવે- SC

ફાઇલ ફોટો

સુપ્રીમ કોર્ટમાં મુઝફ્ફરપુર શેલ્ટર હોમની તપાસ કરી રહેલા સીબીઆઇ અધિકારી એકે શર્માની કોર્ટને પૂછ્યા વગર ટ્રાન્સફર કરવા પર સીબીઆઇ અધિકારી એમ. નાગેશ્વર રાવને નોટિસ ઓફ કન્ટેમ્પ્ટ જાહેર કરવામાં આવી છે. કોર્ટે નાગેશ્વર રાવ ઉપરાંત સીબીઆઇ અધિકારી ભાસુરનને પણ નોટિસ ઓફ કન્ટેમ્પ્ટ ફટકારી છે. સુપ્રીમ કોર્ટે આ બંને મોટા અધિકારીઓને ફેબ્રુઆરીમાં કોર્ટમાં બોલાવ્યા છે.

સીબીઆઇને સુપ્રીમ કોર્ટે આપ્યો ઠપકો

સુપ્રીમ કોર્ટે સીબીઆઇ અધિકારી નાગેશ્વર રાવ અને ભાસુરનને ગુરૂવારે જોરદાર ઠપકો આપ્યો. કોર્ટે કહ્યું કે હવે તમને ભગવાન જ બચાવી શકે છે. મામલાની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે અમે આ મામલે બહુ ગંભીર છીએ. તમે દેશની સર્વોચ્ચ અદાલત સાથે રમત કરી છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈએ કહ્યું કે તમે અમારો આદેશ તોડ્યો છે હવે તમને ભગવાન જ બચાવશે.

બિહાર સરકારને કોર્ટનો ઠપકો

આ પહેલા સુપ્રીમ કોર્ટે બિહારના ચર્ચિત શેલ્ટર હોમ મામલે રાજ્ય સરકારને જબરદસ્ત ઠપકો આપ્યો. કોર્ટે કહ્યું કે સરકાર આ મામલાને લટકાવી રહી છે. નારાજ સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમ સાથે જોડાયેલા તમામ કેસને દિલ્હીની સાકેત કોર્ટમાં ટ્રાન્સફર કરી દીધા.

આ પણ વાંચો: આ દેશ કોઈ એકનો નથી, તેને તોડનારા PMને હટાવી દેવા જોઈએ: રાહુલ

આ છે મામલો

ઉલ્લેખનીય છે કે ટાટા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશિયલ સાયન્સના સોશિયલ ઓડિટ રિપોર્ટથી બિહારના વિવિધ શેલ્ટર હોમમાં યુવતીઓ અને બાળકોની પ્રતાડના તેમજ યૌનશોષણનો મામલો સામે આવ્યો હતો. મામલો જ્યારે ચગ્યો ત્યારે તત્કાલીન સમાજ કલ્યાણ મંત્રી મંજૂ વર્માએ રાજીનામું આપવું પડ્યું. મામલાના સૂત્રધાર અને મુઝફ્ફરપુર શેલ્ટર હોમના સંચાલક બ્રજેશ ઠાકુરની ધરપકડ કરવામાં આવી. બિહારમાં રહેવા પર મામલાના અનુસંધાનને પ્રભાવિત કરવાની આશંકાના કારણે બ્રજેશને રાજ્યમાંથી બહાર પંજાબની જેલમાં મોકલી દેવામાં આવ્યો છે. ગુરૂવારે સુપ્રીમ કોર્ટે શેલ્ટર હોમના મામલાઓની ટ્રાયલને પણ બિહારની બહાર ટ્રાન્સફર કરી દીધી.

national news