સુનંદા પુષ્કર હત્યા કેસનો મામલો પહોંચ્યો સેશન્સ કોર્ટ, સ્વામીની અરજી રદ

04 February, 2019 02:50 PM IST  |  નવી દિલ્હી

સુનંદા પુષ્કર હત્યા કેસનો મામલો પહોંચ્યો સેશન્સ કોર્ટ, સ્વામીની અરજી રદ

શશિ થરૂર અને સુનંદા પુષ્કર (ફાઇલ ફોટો)

સુનંદા પુષ્કર હત્યાનો મામલો એડિશનલ ચીફ મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ કોર્ટે સેશન્સ કોર્ટને મોકલ્યો છે. આ મામલે કોર્ટને આસિસ્ટ કરવાની સુબ્રમણ્યમ સ્વામીની અરજીને પણ કોર્ટે રદિયો આપ્યો છે. આ મામલે આગામી સુનાવણી 21 ફેબ્રુઆરીના રોજ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સુનંદા પુષ્કરની હત્યાના મામલે શશિ થરૂર પર આત્મહત્યા માટે ઉશ્કે્રવા એટલે કે આઈપીસી 306 અને લગ્ન જીવનમાં ક્રૂરતા એટલે કે 489Aનો આરોપ છે. દિલ્હી પોલીસની ચાર્જશીટને ધ્યાનમાં લઈને કોર્ટે કહ્યું કે, શશિ થરૂર સામે આ કલમ અંતર્ગત કેસ ચલાવવા માટે પૂરતા પુરાવા છે. સુનંદા પુષ્કર હત્યા કેસ અંગે શશિ થરૂરે એક સ્ટેટમેન્ટ જાહેર કર્યું હતું. થરુરે કહ્યું હતું કે, "આ આરોપો નિરર્થક અને પાયાવિહોણા છે. આ આખું કેમ્પેઇન મારા વિરુદ્ધ બદઇરાદા અને વેરભાવનાથી ચલાવવામાં આવી રહ્યું છે."

આ કેસમાં સુબ્રમણ્મયમ સ્વામીએ કોર્ટમાં કોર્ટને આસિસ્ટ કરવા માટે અરજી કરી હતી પરંતુ સ્વામીની આ અરજીને પણ કોર્ટે ફગાવી દીધી છે.

sunanda pushkar shashi tharoor