સુમિત્રા મહાજન ગુસ્સામાં : ચૂંટણી નહીં લડે

06 April, 2019 11:39 AM IST  | 

સુમિત્રા મહાજન ગુસ્સામાં : ચૂંટણી નહીં લડે

સુમિત્રા મહાજન

લોકસભાનાં સ્પીકર અને આઠ વખત સાંસદ રહેલા સુમિત્રા મહાજને લોકસભા ચૂંટણી લડવાનો ઈન્કાર કરી દીધો છે. તેઓએ શુક્રવારે એક પત્ર જાહેર કર્યું કે, ભાજપમાં તેમની ટિકિટને લઈને અસમંજસ છે અને નિર્ણય લેવામાં મુશ્કેલી પડી રહી છે. તેથી હવે હું ચૂંટણી નહીં લડું. પાર્ટીએ હવે ઈન્દોર બેઠક પરથી તાત્કાલિક નામ જાહેર કરવું જોઈએ.

ભાજપ મધ્ય પ્રદેશની ૨૯ લોકસભા સીટમાંથી ૧૮ સીટ પરના ઉમેદવારોના નામ જાહેર થઈ ગયા છે. ભાજપનો ગઢ ણાતી ઈન્દોર સીટ પર હજુ અસમંજસ છે. એક પછી એક નવા નામ ચર્ચામાં આવતા અને હજુ સુધી કોઈ નામની જાહેરાત ન થતાં અંતે આઠ વખત સાંસદ રહેલાં અને લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને પત્ર લખી ચૂંટણી ન લડવાની જાહેરાત કરી છે. ઈન્દોરમાં ૩૦ વર્ષથી ભાજપ જીતે છે.

આ પણ વાંચો : તેઓ કહે છે, બોટી-બોટી અને અમે કહીએ છીએ, બેટી-બેટી : વડાપ્રધાન

અત્યાર સુધી ૧૬ લોકસભા ચૂંટણીમાં અહીંથી કોન્ગ્રેસ માત્ર ચાર વખત જીત્યું છે. ઈન્દોર લોકસભા સીટ અંતર્ગત ૮ વિધાનસભા ક્ષેત્ર આવે છે. ૨૦૧૮ની વિધાનસભા ચૂંટણીમાં મુકાબલો બરાબરનો હતો. ભાજપ અને કોંન્ગ્રેસ ૪-૪ સીટ જીત્યું હતું.

national news sumitra mahajan Lok Sabha Election 2019