રાજ્યસભામાં પણ પાસ થશે 3 તલાક બિલ, અમારી પાસે છે ટ્રિક: સ્વામી

28 December, 2018 12:35 PM IST  |  મુંબઈ

રાજ્યસભામાં પણ પાસ થશે 3 તલાક બિલ, અમારી પાસે છે ટ્રિક: સ્વામી

સુબ્રમણ્યમ સ્વામી (ફાઇલ ફોટો)

ઉપલા ગૃહ રાજ્યસભામાં એનડીએ પાસે બહુમત ન હોવા છતાં ત્રણ તલાક બિલ રાજ્યસભામાં પાસ થઈ જશે. વરિષ્ઠ બીજેપી નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એવી અપેક્ષા દર્શાવી છે. તેમનું આ નિવેદન લોકસભામાં આ બિલ પાસ થયા પછી આવ્યું છે. ઉલ્લેખનીય છે કે ત્રણ તલાકમાં સજાને લઈને છેડાયેલી ગરમાગરમીવાળી ચર્ચા પછી ગુરૂવારે લોકસભામાં આ બિલ પાસ થઈ ગયું છે. સરકારે આ બિલને મુસ્લિમ મહિલાઓ માટે 'માણસાઈ અને ન્યાય' તરીકે રજૂ કર્યું છે. સાથે જ સરકારે એવા આરોપને ધરમૂળથી રદિયો આપી દીધો કે તેમણે આ બિલ એક ચોક્કસ સમુદાયને ટાર્ગેટ કરવા માટે રજૂ કર્યું છે. સ્વામી હિંદુ નવ વર્ષ સ્વાગત સમિતિના એક કાર્યક્રમ 'મંથન- ધ આઇડિયા ઑફ ન્યુ ઇન્ડિયા'માં પોતાના વિચારો વ્યક્ત કરી રહ્યા હતા.

નિકાહ હલાલા પણ કરવા માંગે છે ખતમ

સ્વામીએ કહ્યું કે અમે લોકસભામાં બિલ પાસ કરાવી લીધુંમ છે અને રાજ્યસભામાં પણ પાસ કરાવી લઈશું. અમે એ લોકોને જોઈ લઇશું જે ઉપલા ગૃહમાં બિલનો વિરોધ કરશે. જોકે એનડીએ પાસે રાજ્યસભામાં બહુમત નથી, પરંતુ અમારી પાસે એક ટ્રિક છે જેનાથી આ બિલ ત્યાં પણ પાસ થઈ જશે. બીજેપી નેતાએ કહ્યું કે ત્રણ તલાકની માફક અમે નિકાહ હલાલા પણ ખતમ કરવા માંગીએ છીએ. આ પ્રથા પણ મહિલાઓને અપમાનિત કરવા માટે વર્ષોથી ચાલી રહી છે, જે હવે બંધ થવું જોઈએ. નિકાહ હલાલા હેઠળ એક વ્યક્તિ તલાક આપ્યા પછી પોતાની જ પત્ની સાથે ફરીથી લગ્ન ન કરી શકે જ્યાં સુધી તે કોઇ અન્ય સાથે વિવાહ કરીને તલાક ન લઈ લે.

subramanian swamy