પુલવામા આંતકી હુમલાના શહીદો માટે SBIનું સરાહનીય પગલું

18 February, 2019 08:00 PM IST  | 

પુલવામા આંતકી હુમલાના શહીદો માટે SBIનું સરાહનીય પગલું

ફાઇલ ફોટો


સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયાએ આજે જાહેરાત કરી છે કે 14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ-કાશ્મીરના પુલવામા આતંક હુમલામાં શહીદ થયેલા 23 સીઆરપીએફ જવાનોએ લીધેલી લોન્સ બેંક દ્વારા તાત્કાલિક અસરથી માફ કરી દેવામાં આવી છે.

સીઆરપીફના તમામ શહીદો ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂશનના ડિફેન્સ સેલરી પેકેજ હેઠળ SBI સાથે બેન્કિંગ કરતા હતા. આ પેકેજ હેઠળ સીઆરપીએફ જવાનોને 30 લાખ રૂપિયા સુધીનું ઇન્શ્યોરન્સ કવર આપવામાં આવે છે. આ ઇન્શ્યોરન્સના પૈસા એસબીઆઇએ શહીદ જવાનોના નોમિનીઝને ઝડપી રીતે ટ્રાન્સફર કરી દીધા છે.

આ ઉપરાંત બેંકે તેના કર્મચારીઓને કરેલી અપીલમાં શહીદોના પરિવારજનોને ભારત સરકારના પોર્ટલ 'ભારતકે વીર' દ્વારા વોલન્ટરી ફાઇનાન્શિયલ કોન્ટ્રિબ્યુશન કરવા માટે જણાવ્યું છે. કોન્ટ્રિબ્યુશનની આ પ્રોસેસને સરળ બનાવવા માટે એસબીઆઇએ UPI આઇડી પણ ક્રિએટ કર્યું છે.

આ પણ વાંચો: પુલવામા હુમલાના 4 દિવસ પછી સેનાએ માસ્ટરમાઇન્ડ ગાઝીને કર્યો ઠાર, 4 જવાન શહીદ

એસબીઆઇના ચેરમેન રંજીશ કુમારે જણાવ્યું કે, "આપણા દેશની સુરક્ષા માટે સતત ખડેપગે રહેતા જવાનોનું આ રીતે મૃત્યુ થવું અતિશય દુઃખદાયક અને પીડાદાયક છે. દુઃખની આ ઘડીમાં અમારી તમામ સહાનુભૂતિ વીર જવાનોના પરિવારો સાથે છે. શહીદોના પરિવારજનોને આ પગલા દ્વારા એક નાની મદદ પહોંચાડવા માંગીએ છીએ."

state bank of india pulwama district