માર્ચના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખો: સૂત્ર

18 January, 2019 06:54 PM IST  |  નવી દિલ્હી

માર્ચના પહેલા અઠવાડિયામાં જાહેર થઈ શકે છે લોકસભા ચૂંટણીની તારીખો: સૂત્ર

ફાઈલ ફોટો

ભારતનું ચૂંટણીપંટ માર્ચના પહેલા અઠવાડિયામાં લોકસભા ચૂંટણી 2019ની તારીખોની જાહેરાત કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે હાલ ચૂંટણીપંચ તેના વિશે વિચાર કરી રહ્યું છે કે લોકસભા ચૂંટણી 6 થી 7 તબક્કાઓમાં થઈ શકે છે. હાલની લોકસભાનો કાર્યકાળ 3 જૂનના રોજ પૂરો થઈ રહ્યો છે.

આ પણ વાંચો: કોલકાતા રેલી માટે રાહુલ ગાંધીએ મમતા બેનર્જીના સમર્થનમાં લખી ચિટ્ઠી

સૂત્રોએ જણાવ્યું કે તબક્કાઓ નક્કી થઈ ગયા પછી ચૂંટણીપંચ એ પણ નક્કી કરવામાં લાગ્યું છે કે ચૂંટણી કયા મહિનામાં કરાવવામાં આવે? આશા છે કે માર્ચના પહેલા અઠવાડિયામાં જ ચૂંટણીપંચ ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત કરી દેશે.

national news